For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની મુલાકાતે આવ્યા અરવિંદ કેજરીવાલ, આપની કાર્યાલનું કર્યુ ઉદ્ઘાટન

આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી પાર્ટી મુખ્ય મથકના ઉદ્ઘાટન માટે અમદાવાદ પહોંચ્યા છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું

|
Google Oneindia Gujarati News

આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી પાર્ટી મુખ્ય મથકના ઉદ્ઘાટન માટે અમદાવાદ પહોંચ્યા છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગોપાલ ઇટાલિયા અને પત્રકાર ઇશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.

Arvind Kejriwal

ઉલ્લેખનિય છેકે આપ પાર્ટીએ ગુજરાત નાગરિક મતદાનમાં સારું પ્રદર્શન કર્યું છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છેકે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડશે. પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું કે પાર્ટી વિધાનસભાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ કામગીરી બાદ પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડવા ઉત્સાહિત છે. AAP આવતા વર્ષે પંજાબ અને યુપીમાં પણ વિધાનસભાની ચૂંટણી લડશે.
કેજરીવાલના આગમનને પગલે શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.
કેજરીવાલે અહી ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની ખરાબ હાલત એ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન ઝછે. ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે સપોર્ટ કર્યો છે. ગુજરાત કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. બંન્ને પાર્ટીઓએ ગુજરાતને અનાથ છોડી દીધુ છે. દિલ્હીમાં જો વિજળી ફ્રી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ મોંઘી મળે છે. ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે.

English summary
Arvind Kejriwal visited Gujarat, inaugurated your office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X