જીજ્ઞેશ મેવાણીની કાર પર થયો હુમલો, મેવાણીએ કહ્યું ભાજપ જવાબદાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વડગામથી અપક્ષ તરીકે ચૂંટણીમાં ઊભા રહેનાર દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પર તકરવાડા ગામમાં હુમલો થયો હતો. જે અંગેની જાણકારી જીજ્ઞેશ મેવાણીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ આપી હતી. જીજ્ઞેશ મેવાણીના વાહન પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. જે બાદ જીજ્ઞેશ મેવાણીએ આ માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે. જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તકરવાડા ગામમાં ભાજપના લોકોએ મારી પર અટેક કર્યો હતો. તેણે કહ્યું કે ભાજપ ડરી ગઇ છે માટે તે આવું કરી રહી છે. અને હું એક આંદોલનકારી છું અને હું આ વાતથી નહીં ડરું. સાથે જ જીજ્ઞેશ મેવાણી આ ઘટનાના ફોટો પણ શેયર કર્યા હતા.

જીજ્ઞેશ મેવાણીએ વધુમાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હું ગુજરાતનો દિકરો છું. અને મોદીજીએ મોટું મન રાખવું જોઇએ ભલે તેમની છાતી 56 ઇંચની હોય કે ના હોય. જે જીતી રહ્યું છે તેની પર તમે હુમલો કરાવો છો. આ આઇડિયા તમારો છે કે અમિત શાહનો? કારણ કે આ પરંપરા ગુજરાતની તો નથી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીજ્ઞેશ મેવાણી તેમના વિસ્તારની ગામડાની મુલાકાત લઇને લોક સંપર્ક વધારી રહ્યા છે. ત્યારે આ ઘટના બની હતી. જે માટે તેમણે ભાજપને જવાબદાર ઠેરવી છે.

English summary
Attack on Dalit leader Jignesh Mevani before Gujarat Elections. Read here more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.