For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચઃ બોરિદ્રા પ્રાથમિક શાળાના 'ઉર્જા બચત' ગીતની વિશ્વ કક્ષાએ પસંદગી

બોરિદ્રા પ્રાથમિક શાળાના ઉર્જા બચત ગીતની વિશ્વ કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. વાંચો વિગત.

|
Google Oneindia Gujarati News

ભરૂચઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરિદ્રા પ્રાથમિક શાળાના એક મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા દ્વારા રચિત ઉર્જા બચાવીએ એક ગીતને તેમના માર્ગદર્શન હેઠળ બોરિદ્રાના 17 બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ગામના વિવિધ સ્થળોએ તેનુ શૂટિંગ કરીને અભિનવ રૂપે મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા અને ગુજકોષ્ટના સહયોગથી સંસ્થાના કથન કોઠારી અને જિલ્લાના કો-ઑર્ડિનેટર રણજીતભાઈ વસાવાના સહયોગથી સુંદર સંદેશ આપે તેવુ ઉર્જા બચત ગીત આદિવાસી બાળકો દ્વારા આદિવાસી લોકબોલી અને હિંદી ભાષામાં તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેની વિશ્વકક્ષાએ પસંદગી કરવામાં આવી છે.

energy song

Recommended Video

ભરૂચ : બોરિદ્રા પ્રાથમિક શાળાના ઊર્જા બચત ગીતની વિશ્વ કક્ષાએ પસંદગી

નોંધનીય છે કે વિશ્વ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરામાં આમ ભાગ લેનાર નર્મદા જિલ્લાના ઈતિહાસની આ પહેલી ઘટના છે. જેને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલે અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે અભિનંદન પાઠવ્યા છે. આ અંગે મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ જણાવ્યુ હતુ કે, 'વિશ્વ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરામાં ભાગ લીધો હતો. જે ગીત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને નર્મદા જિલ્લા અને ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે એનો મને વિશેષ આનંદ છે.'

અનિલ મકવાણાએ વધુમાં જણાવ્યુ કે, 'કોરોના મહામારી વચ્ચે મે સલામતીના તમામ પગલા લઈને ઉર્જા બચાવો ગીત બનાવ્યુ હતુ. હિંદી ભાષામાં બનાવેલુ ગીત બોરિદ્રાના બાળકોને અભિનવ દ્વારા જુદા જુદા વિસ્તારમાં તૈયાર કરાવ્યુ. આ ગીત વિશ્વ કક્ષાએ મોકલવામાં આવ્યુ. તેની પસંદગી થતા બોરિદ્રા શાળાનુ નામ નર્મદા જિલ્લા, ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં રોશન થયુ છે. તેના કારણે મને ખૂબ જ આનંદ થયો છે.'

અમદાવાદ-સુરત બંને શહેરોમાં હવે કોરોનાના 40-40 હજારથી વધુ કેસઅમદાવાદ-સુરત બંને શહેરોમાં હવે કોરોનાના 40-40 હજારથી વધુ કેસ

English summary
Bharuch: Boridra primary school 'Energy Saving' song select world level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X