For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિલ્લા પંચાયત પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણીઃ ભાજપ કૉંગ્રેસના બળવાખોરોએ બગાડી બાજી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી જિલ્લા અને તાલુકા મુખ્ય મથકો પર હાથ ધરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી જિલ્લા અને તાલુકા મુખ્ય મથકો પર હાથ ધરવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ખાસ કરીને કૉંગ્રેસનો દબદબો રહ્યો છે. ત્યારે, આ ચૂંટણીમાં ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતો પોતાના તરફે કરવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સત્તા મેળવવા પ્રયાસ કર્યા હતા. તો, કૉંગ્રેસે પોતાનની સત્તા જાળવી રાખવા પ્રયાસ કર્યા હતા. જેમાં, ક્યાંક કૉંગ્રેસના આંતરિક વિખવાદ, જુથબંધી તો ક્યાંક ખરીદ ફરોખ્તના કારણે કૉંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. તો, ક્યાંક ભાજપને પણ પોતાનો આંતરિક વિખવાદ નડી ગયો હતો.

રાજકોટમાં કૉંગ્રેસનો રહ્યો દબદબો

રાજકોટમાં કૉંગ્રેસનો રહ્યો દબદબો

જ્યાં કોંગ્રેસની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે તે તોડી પાડવા માટે ભાજપે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. ચૂંટાયેલા સભ્યો પાસે પક્ષાંતર કરાવીને પ્રજાએ કરેલા મતદાન સામે પોતાનું રાજ સ્થાપવા માટે ભાજપે પ્રયાસો કર્યા છે. પણ CM વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં કોંગ્રેસને તોડવા માટે ભરપૂર પ્રયાસ ભાજપે કર્યા હતા, પણ 11 તાલુકા પંચાયતમાંથી 6 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે રહી છે. તેમાં કોઈ તોડફોડ કરવામાં ભાજપ સફળ થઈ નથી. 11 માંથી 4 તાલુકા પંચાયત ભાજપની રહી છે.

4 તાલુકા પંચાયત ભાજપને મળી

4 તાલુકા પંચાયત ભાજપને મળી

કોંગ્રેસ પાસે રહેલી તાલુકા પંચાયતમાં પડધરી, કોટડા સાંગાણી, ધોરાજી, ઉપલેટા, લોધિકા, વિંછીયા, જસદણ છે. જ્યારે ભાજપ પાસે રાજકોટ, જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકા પંચાયત છે. ભાજપની 4 તાલુકા પંચાયત પર CM વિજય રૂપાણીનો કોઈ પ્રભાવ નથી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં વિઠ્ઠલ રાદડીયાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળે છે. તેમના કારણે આ ચાર તાલુકા પંચાયત ભાજપ પાસે આવી હતી. CM વિજય રૂપાણીના જિલ્લાં ભાજપ કેટલીક તાલુકા પંચાયત તોડવાનું આયોજન કર્યું હતું તેને કોંગ્રેસે ફટકો માર્યો છે.

કૉંગ્રેસે અમદાવાદ જિલ્લા પંચાયત ગુમાવી

કૉંગ્રેસે અમદાવાદ જિલ્લા પંચાયત ગુમાવી

ત્યારે, અમદાવાદ જિલ્લાનાં કોગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરની મનમાનીને કારણે નારાજ કોંગ્રેસના સભ્યનો લાભ ભાજપે ઉઠાવી ભાજપે સત્તા પડાવી લીધી છે. કોંગ્રેસના છ સભ્યોએ બળવો પોકારી ભાજપને ટેકો જાહેર કરતા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના જીતેન્દ્રસિંહ ચૂંટાઈ આવ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પુષ્ણાબહેન ડાભીની મુદત પુરી થતાં કોંગ્રેસના પ્રમુખ ખોડાજી ઠાકોર દ્વારા પંચાયતના સભ્ય અમરસિંહનું નામ આગળ કરી તેમના નામનો મેન્ડેન્ટ આપ્યો હતો, જો કે કારોબારીના સભ્ય મનુજી ઠાકોર પ્રમુખ થવા માગતા હતા. વિધાનસભાની ચૂંટણીમાં પણ મનુજી ઠાકોરને વિધાનસભાની ટિકિટ મળી નહોતી. હવે પ્રમુખમાંથી પણ તેમના નામ કપાઈ જતા તેઓ નારાજ થયા હતા.

કૉંગ્રેસના ઉમેદવારનો થયો પરાજ્ય

કૉંગ્રેસના ઉમેદવારનો થયો પરાજ્ય

કોંગ્રેસના 18માંથી 6 સભ્યોને તોડી ભાજપમાં ભેળવી દેતાં કોંગ્રેસ લધુમતીમાં મૂકાઈ ગઈ હતી. કોગ્રેસના અમરસિંહની હાર થઈ અને ભાજપના જીતેન્દ્રસિંહ 6 બળવાખોરની મદદ મળતા ચૂંટાઈ આવ્યા હતા આમ અમદાવાદ જિલ્લાં પંચાયતમાં હવે કમળ ખૂલી ગયું છે.

ધાનાણીએ જાળવ્યો ગઢ

ધાનાણીએ જાળવ્યો ગઢ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તાર અમરેલી જિલ્લામાં કૉંગ્રેસે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયત પર કોંગ્રેસ પાર્ટીએ કબજો કરી લીધો છે. 11 તાલુકા પંચાયતમાંથી પહેલા કોંગ્રેસ પાસે 9 તાલુકા પંચાયત હતી અને 2 તાલુકા પંચાયત પર BJPનું રાજ હતું, પરંતુ BJPની બે તાલુકા પંચાયત પણ આ વખતે કોંગ્રેસે આંચકી લીધી હતી અને તમામ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો લાગ્યો હતો. 11 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત પર બિનહરીફ કોંગ્રેસના ઉમેદવારની પસંદગી થઈ હતી. જાફરાબાદ અને રાજુલા તાલુકા પંચાયત BJP પાસે હતી, પરંતુ પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરીને આ બે બેઠકો પણ BJP પાસેથી આંચકી લીધી હતી.

ભાવનગર જિલ્લા પંચાયત ભાજપે આંચકી

ભાવનગર જિલ્લા પંચાયત ભાજપે આંચકી

ભાવનગર જિલ્લા પંચાયત કૉંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. કોંગ્રેસના 1 સભ્ય ગેરહાજર રહેતાં અને 2 સભ્યો બળવો કરી ભાજપ સાથે જોડાતા કૉંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના વક્તૃબેન મકવાણા અને ઉપ પ્રમુખ પદે બી.કે ગોહિલની વરણી કરાઈ છે. ત્યારે, ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતોમાં તળાજા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના આશાબેન મકવાણા અને ઉપપ્રમુખ પદે ગીતાબા ગોહિલ ની થઈ વરણી છે. જ્યારે, સિહોર તાલુંકા પંચાયતમાં કૉંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આચંકી લીધી છે. ભાજપના સભ્યો બળવો કરીને કૉંગ્રેસમાં જોડાતાં પ્રમુખ પદે કૉંગ્રેસના ઇલાબા ગોહિલ તેમજ ઉપપ્રમુખ પદે ગોકુળભાઇ આલની વરણી થઇ છે. પાલીતાણા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. કોગ્રેસમાંથી ભાજપમાં બળવો કરીને જોડાયેલ ગોરધનભાઈ ગોટી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જ્યારે, ઉપ પ્રમુખ તરીકે ગોપાલ વાધેલા ચુંટાયા છે. પહેલાં આ તાલુકા પંચાયત કૉંગ્રેસ પાસે હતી. પરંતું, તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખે ભાજપ તરફી મતદાન કરતાં સતા પરીવર્તન થયું છે.

English summary
BJP-Congress rebels member rebar the game in jilla and taluka panchayat president-vice president election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X