For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામનો ગણગણાટ શરૂ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 19 ઓગસ્ટ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં યોજાનારી પેટા ચૂંટણીઓ માટે આવતીકાલે એટલે કે 20 ઓગસ્ટ, 2014, બુધવારના રોજ જાહેરનામુ બહાર પડવાનું છે. જાહેરનામુ બહાર પડે એ પહેલા ભાજપ અને કોંગ્રેસમાં કઇ બેઠક પરથી કોને ટીકિટ આપવી તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે. ચર્ચા શરૂ થતા જ કઇ બેઠક પર કોને ટીકિટ મળશે તેનો જાહેરમાં ગણગણાટ પણ શરૂ થઇ ગયો છે.

ગુજરાતમાં લોકસભાની એક બેઠક વડોદરામાં પેટા ચૂંટણી યોજાવાની છે. જ્યારે વિધાનસભાની 9 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની પેટા ચૂંટણીઓ ડીસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લીમખેડાની બેઠકો પર યોજાવાની છે.

voter-voting-1

વડોદરા લોકસભા બેઠક માટે કોના નામ?

લોકસભાની વડોદરા બેઠક ઉપર જેમને ટિકીટ મળવાની ચર્ચા છે તેમાં ભાજપમાંથી તાજેતરમાં વડોદરા ક્રિકેટ એસોસિયેશનમાં ચૂંટાયેલા રાજવી પરિવારના સમરજીત ગાયકવાડ અથવા કોઈ મહિલાને ટિકીટ મળે તેવી શકયતા છે. જ્યારે કોંગ્રેસમાંથી ભૂતપૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ તથા છેલ્લે કોંગ્રેસની પ્રાયમરી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટાયેલા નરેન્દ્ર રાવતનું નામ ચર્ચામાં છે.

કઇ વિધાનસભા બેઠક માટે કોના નામ?

મણિનગર
ભાજપ - ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલ, ભૂતપૂર્વ મેયર અસિત વોરા

માતર
કોંગ્રેસ - સ્થાનિક જિલ્લા બેંકના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ચાવડા, સંજય પટેલ

આણંદ
કોંગ્રેસ - કાંતિલાલ સોઢા
ભાજપ - ભૂતપૂર્વ ધારાસભ્ય જયોત્સના પટેલ

માંગરોળ
કોંગ્રેસ - વિમલ ચુડાસમા, બાબુ વાજા અને રણજિત ખુમાણભાઈ

તળાજા
કોંગ્રેસ - નયનાબહેન બાલદિયા, કનુભાઈ બારૈયા તથા નિર્મળાબહેન જાની
ભાજપ - પૂર્વ પ્રધાન પુરુષોત્તમ સોલંકીની દીકરી

ડીસા
કોંગ્રેસ - પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ગોવાભાઈ રબારી તો

લીમખેડા
કોંગ્રેસ - છત્રસિંહ મેડા, પૂનાભાઈ બારિયા, જેસિંગ ડાંગી

English summary
BJP and Congress started discuss candidate names for bye election 2014 in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X