For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્રની આજે સગાઇ, આવી શકે છે ઘણા દિગ્ગજ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 જુલાઇ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દિકરા જય શાહની આજે સગાઇ છે. અમદાવાદના વાઇએમસીએ ક્લબમાં જયની સગાઇની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. રાજનાથ સિંહ અને અરૂણ જેટલી સહીતના ઘણા દિગ્ગજ મંત્રીઓ અને ભાજપના નેતાઓ આ પ્રસંગમાં હાજરી આપી શકે છે.

સ્થાનીય પ્રશાસન મહેમાનોના સ્વાગત માટે કામે લાગી ગયું છે. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ આજે અમિત શાહ એક મોટી જવાબદારી નિભાવવા જઇ રહ્યા છે. અમિત શાહના પુત્ર જયની આજે રિશિતા પટેલ સાથે આજે સગાઇ છે. તેમની સગાઇ વાઇએમસીએ ક્લબમાં થશે. સગાઇ માટે ક્લબની આસ પાસના વિસ્તારોને ચમકાવી દેવામાં આવ્યું છે.

વાઇએમસીએ તરફ જનારા સર્વિસ રોડની હાલત ઘણા લાંબા સમયથી ખરાબ હતી પરંતુ તેને પણ રાતો રાત સુધારી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વાઇએમસીએની સામે લાલ રંગનો મંડપ પણ સજાવી દેવામાં આવ્યો છે. આ તૈયારીઓમાં કોઇ કસર બાકી ના રહી જાય, તેના માટે અમદાવાદ મહાનગર પાલિકાએ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

ભાજપ અધ્યક્ષના પુત્રની સગાઇમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ દ્વારા હાજરી આપવાની શક્યતા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી અરૂણ જેટલી, માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત મોદી સરકારના ઘણા મંત્રીઓ અમિત શાહના દિકરાની સગાઇમાં હાજરી આપશે.

આ ઉપરાંત પાર્ટીના મોટા નેતાઓને પણ સગાઇ સમારંભમાં હાજરી આપે તેવી સંભાવના છે. ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત રાજ્યનું આખુ મંત્રી મંડળ સગાઇનો સાક્ષી બની શકે છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહ

ગૃહમંત્રી રાજનાથ સિંહ

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી રાજનાથ સિંહ અમિત શાહના પુત્રની સગાઇમાં હાજરી આપશે.

નાણા મંત્રી અરૂણ જેટલી

નાણા મંત્રી અરૂણ જેટલી

નાણા મંત્રી અરૂણ જેટલી અમિત શાહના પુત્રની સગાઇમાં હાજરી આપશે.

 નિતિન ગડકરી

નિતિન ગડકરી

માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત મોદી સરકારના ઘણા મંત્રીઓ અમિત શાહના દિકરાની સગાઇમાં હાજરી આપશે.

ગુજરાતના મુખ્યંત્રી આનંદીબેન પટેલ

ગુજરાતના મુખ્યંત્રી આનંદીબેન પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બેન પટેલ સહિત રાજ્યનું આખુ મંત્રી મંડળ સગાઇનો સાક્ષી બની શકે છે.

નરેન્દ્ર મોદી નહીં આવી શકે

નરેન્દ્ર મોદી નહીં આવી શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગમાં હાજરી આપવાના હતા પરંતુ તેઓ આજે બ્રિક્સ સંમ્મેલનમાં હાજરી આપવા માટે આજે રવાના થઇ રહ્યા છે માટે તેઓ આ પ્રસંગમાં હાજરી આપી શકશે નહીં.

English summary
Today engagement of BJP president Amit shah's son, BJP leaders will attend this ring ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X