For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદમાં ‘ચક્કાજામ’, આનંદીબેનના હસ્તક્ષેપ બાદ AMTS રૂટ પરિવર્તન રદ્દ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 જુલાઇ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) દ્વારા બસોના રૂટમાં તત્કાળ ફેરફાર કરી દેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. એએમટીએસ દ્વારા આજે તમામ બસોના રૂટમાં પરિવર્તન કરાયાની જાહેરાત છાપામાં આપવામાં આવી હતી, જેનાથી અકળાઇને વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ બસ ડેપોમાં પોતાનો વિરોધ પ્રદર્શ કર્યો હતો, અને ચક્કાજામ કરી દીધા હતા. આ મામલામાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હસ્તક્ષેપ કર્યો છે, અને તમામ અધિકારીઓની જાટકણી કાઢી છે.

અત્રે નોંધનીય છે કે બસના રૂટ પરિવર્તના પગલે અમદાવાદમાં થયેલા જોરદાર વિરોધના પગલે અમદાવાદ શહેરના કમિશ્નર, મેયર તેમજ ડેપ્યુટી કક્ષાના તમામ અધિકારીઓની તાત્કાલિક બેઠક યોજાઇ હતી. આ મુદ્દે અધિકારીઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હોવાની બાતમી મળી રહી છે. જોકે મુખ્ય પ્રધાન આનંદીબેને આમાં હસ્તક્ષેપ કર્યો અને તેમણે અધિકારીઓની જાટકણી કાઢી હતી અને તેમને આ અંગે જવાબ આપવા જણાવ્યું છે.

અત્રે શહેરના લોકો માટે રાહતના સમાચાર છે કે રેડિયલ કોન્સેપ્ટને એએમટીએસ દ્વારા રદ કરવામાં આવ્યો છે.

હજી એ વાતનો ખુલાસો એએમટીએસ દ્વારા કરવામાં આવ્યો નથી કે તંત્ર દ્વારા આ પ્રકારનો નિર્ણય શા માટે અચાનક લેવો પડ્યો, જેથી સામાન્ય જનતા અને ખાસ કરીને રોજ અવર જવર કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. એએમટીએસના આ તુઘલઘી નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

કાલુપુર ડેપોમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ બસ સામે સુઇ જઇને ચક્કાજામ કરી દીધો હતો જેના પગલે મોટા વાહનોને માર્ગ બદલવાની ફરજ પડી હતી. ઉપરાંત હાટકેશ્વર અને મણિનગર બસ ડેપોમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો. હાટકેશ્વર કંટ્રોલ રૂમ પર પત્થરમારો થયાની ઘટના સામે આવી હતી જ્યારે મણિનગરમાં બે વિદ્યાર્થિઓની અટકાયત કરવામાં આવી હતી.

બસોના રૂટમાં ફેરફારને તત્કાલ ધોરણે અમલમાં લાવી દેવાના પગલે અમદાવાદની જનતાનો ભારે વિરોધ કરી રહેલી એએમટીએસના ચેરમેન બાબુબાઇ ઝડફીયાએ જણાવ્યું છે રૂટના રેશનલાઇજેશનનો આ નિર્ણય 23 જૂનના રોજ કરવામાં આવ્યો હતો જોકે પ્રજાના ભારે વિરોધને પગલે સોમવાર સુધી આનું નિરાકરણ લાવી દેવામાં આવશે.

સારંગપુરમાં વિદ્યાર્થીઓનો ભારે ચક્કાજામ

સારંગપુરમાં વિદ્યાર્થીઓનો ભારે ચક્કાજામ

સારંગપુરમાં વિદ્યાર્થીઓનો ભારે ચક્કાજામ, લોકોએ ડેપો બંધ કરાવ્યા. સ્થિતિને કાબૂમાં લેવા માટે એસઆરપીની ટીમ બોલાવાઇ.

મણિનગરમાં પણ વિરોધ

મણિનગરમાં પણ વિરોધ

મણિનગર બસ ડેપોમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આ નિર્ણયના પગલે છાજીયા લીધા હતા. મણિનગરમાં બે વિદ્યાર્થિઓની અટકાયત કરવામાં આવી હતી.

હાટકેશ્વર કંટ્રોલ રૂમ પર પત્થરમારો

હાટકેશ્વર કંટ્રોલ રૂમ પર પત્થરમારો

હાટકેશ્વર બસ ડેપોમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો. હાટકેશ્વર કંટ્રોલ રૂમ પર પત્થરમારો થયાની ઘટના સામે આવી હતી

ચાંદખેડામાં મુસાફરોએ કરી તોડફોડ

ચાંદખેડામાં મુસાફરોએ કરી તોડફોડ

ચાંદખેડા બસ ડેપોમાં મુસાફરો બસોમાં તોડફોડ કરી. તેમ જ જણાવ્યું કે આ પ્રકારનો નિર્ણય લોકોને પૂછીને લેવો જોઇએ, તત્કાળ અમલમાં ના લાવી દેવું જોઇએ.

એએમટીએસના ચેરમેન બાબુબાઇ ઝડફીયા

એએમટીએસના ચેરમેન બાબુબાઇ ઝડફીયા

એએમટીએસના ચેરમેન બાબુબાઇ ઝડફીયાએ જણાવ્યું છે રૂટના રેશનલાઇજેશનનો આ નિર્ણય 23 જૂનના રોજ કરવામાં આવ્યો હતો જોકે પ્રજાના ભારે વિરોધને પગલે સોમવાર સુધી આનું નિરાકરણ લાવી દેવામાં આવશે.

English summary
Blockade by students in Ahmedabad against bus route changed by AMTS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X