
બીએસએફ અને નૌસેનાએ 8 પેકેટ ચરસ પકડી પાડ્યુ!
ભુજ : પાકિસ્તાનની નાપાક હરકતો સરહદ પર સતત ચાલતી રહે છે. આવી જ એક ઘટના સામે આવી છે. ભારતીય નૌસેના અને બીએસએફે સાથે મળીને ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. બીએસએફ ભુજ અને ભારતીય નૌકાદળની પેટ્રોલિંગ ટીમે આ જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, આ જથ્થો ઈબ્રાહીમ પીર બેટ પાસેથી મળી આવ્યો છે. મળેલા જથ્થામાં 8 અલગ અલગ પેકેટમાં ચરસ મળી આવ્યુ છે. જપ્ત કરાયેલા પેકેટ પર "Arabica Premium Egoiste Café, Velvet" લખેલું છે. ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ અને કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી અનેક આવા જ ચરસના પેકેટો ઝડપ્યા છે.
આ ચરસના પેકેટ પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા ભારત બાજુ આવે છે. જેને તે ભારતીય સરહદમાં જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.