ગુજરાત બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, સંપૂર્ણ ઘટનાક્રમ

Subscribe to Oneindia News

તા. 20 ફેબ્રુઆરીને સોમવારથી ગાંઘીનગર વિધાનસભા ખાતે ગુજરાત બજેટ સત્ર નો પ્રારંભ થયો હતો. ગુજરાત બજેટ સત્રનો પહેલો દિવસ ખૂબ હોબાળાભર્યો રહ્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા નલિયા દુષ્કર્મકાંડ ના મુદ્દાને લઇ રેલી કાઢવામાં આવી હતી અને સાથે જ વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ તૈયારી હતી. આ કારણે પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રષ્યો પણ સર્જાયા હતા.

બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓની રેલીને કારણે વાતાવરણ ગરમાયું હતું, તો ગૃહની અંદર પણ કોંગ્રેસના ધારાસભ્યો અને શાસક પક્ષ વચ્ચે ગરમાગરમી જામી હતી. વિધાનસભમાં થયેલા વિરોધનો સંપૂર્ણ ઘટનાક્રમ જાણો અહીં..

અહીં વાંચો - Gujarat Budget 2017: 12 વાગે સત્રની બેઠકનો પ્રારંભ

naliya
 • વિધાનસભામાં સત્રના પ્રારંભની સાથે જ કોંગ્રેસનો હોબાળો.
 • રાજ્યપાલના પ્રવચન દરમિયાન નલિયાકાંડ મુદ્દે વિપક્ષે સુત્રોચ્ચાર કર્યા.
 • નલિયાકાંડ મુદ્દે વિપક્ષ દ્વારા સુત્રોચ્ચાર કરાતા રાજ્યપાલે પ્રવચન ટુંકાવ્યું.
 • રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષે વેલમાં ધસી આવી વિરોધ નોંધાવ્યો.
 • ગૃહમાં રાજ્યપાલના પ્રવચન બાદ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહત્યાગ કરાયો.
 • કોંગ્રેસના ધારાસભ્યોએ બીજી વાર ગૃહમાં પ્રવેશ કર્યો.
 • રાજ્યપાલના પ્રવચન બાદ આભાર પ્રસ્તાવ રજુ કરાયો.
 • ગૃહનો સત્તાવાર રીતે પ્રારંભ થયો, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ શોક પ્રસ્તાવ રજુ કર્યો.
 • શોક પ્રસ્તાવ બાદ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નલિયાકાંડ મુદ્દે ચર્ચાની માગણી કરી.
 • અધ્યક્ષે ચર્ચાનો સમય ન આપતા વિપક્ષના ધારાસભ્યો સુત્રોચ્ચાર કર્યા.
 • કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા અધ્યક્ષે 30 મિનિટ ગૃહ મુલતવી રાખ્યું.
 • વિપક્ષના સભ્યો સુત્રોચ્ચાર કરતા કરતા ગૃહમાંથી બહાર નીકળ્યા.
 • તો બીજી તરફ કોંગ્રેસના નેતા ભરતસિહની આગેવાનીમાં સભાસ્થળથી વિધાનસભા તરફ પ્રયાણ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતા પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
 • ગૃહ બીજી વાર શરુ થયા બાદ વિપક્ષ દ્વારા નિયમ 116 અંતર્ગત નલિયાકાંડ મામલે ચર્ચાની માંગણી કરવામાં આવતા અધ્યક્ષ દ્વારા ચર્ચા માટે ના પડાતા કોંગ્રેસના સભ્યોએ વેલમાં ધસી આવી સુત્રોચ્ચાર કરતા ફરીથી ગૃહ 15 મિનીટ માટે મુલતવી રાખવામાં આવ્યુ હતું.
 • 15 મીનીટ બાદ ગૃહની કામગીરી ફરી શરૂ થતા કોંગ્રસના ધારાસભ્ય વેલમાં ધસી આવ્યા હતા અને ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. અધ્યક્ષે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સાંજ સુધી સસ્પેન્ડ કર્યા હતા, કેટલાક ધારાસભ્યને સાર્જન્ટ દ્વારા ગૃહની બહાર લઇ જવામા આવ્યા.
English summary
1st day of the Gujarat Budget session, sequence of events.
Please Wait while comments are loading...