For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર્જ કરતા સમયે મોબાઇલ વાપરતા પહેલા સાવધાન, 17 વર્ષની તરૂણીનું મોત

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચેતાસણ ગામની 17 વર્ષીય તરૂણી બુધવારના રોજ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામી હતી. આ તરૂણી ચાર્જમાં મૂકીને પોતાના મોબાઈલ પર વાત કરી રહી હતી, તે દરમિયાન તેનો મોબાઇલ ફાટ્યો હતો.

|
Google Oneindia Gujarati News

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચેતાસણ ગામની 17 વર્ષીય તરૂણી બુધવારના રોજ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામી હતી. આ તરૂણી ચાર્જમાં મૂકીને પોતાના મોબાઈલ પર વાત કરી રહી હતી, તે દરમિયાન તેનો મોબાઇલ ફાટ્યો હતો. જે કારણે તે ગંભીરરીતે ઇજાગ્રસ્ત થઇ હતી અને તેનું મોત થયું હતું.

મૃતકનું નામ શ્રદ્ધા દેસાઈ છે, જે પોતાના મોબાઇલ ફોનને ચાર્જમાં મૂકીને વાત કરી રહી હતી, તે દરમિયાન મોબાઇલ ફાટવાને કારણે તેનું મોત થયું હતું, જે બાદ પોસ્ટ મોર્ટમ કર્યા વગર જ તેના પરિવાર દ્વારા મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

Caution before using mobile while charging

આ ઘટના અંગે બેચરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. જે. બારોટ જણાવે છે કે, અમને આ ઘટનાની જાણ મીડિયાના અહેવાલો બાદ થઇ હતી. જ્યારે અમે પીડિત પરિવારના પહોંચ્યા ત્યારે મૃતદેહની અંતિમવિધિ કરી નાંખવામાં આવી હતી. હાલ પરિવાર અંતિમવિધિમાં વ્યસ્ત હોવાથી પછીથી સમગ્ર ઘટના જાણવા માટે પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઘટના બની ત્યારે બારમા ધોરણમાં અભ્યાસ કરતી શ્રદ્ધા દેસાઇ નામની વિદ્યાર્થીની તેના કોઇ સંબંધી સાથે મોબાઇલ ફોન પર વાત કરી રહી હતી. ત્યારે મોબાઇલ ફોનની બેટરી ફાટવાને કારણે તેનું મોત થયું હતું.

આ ઘટના વિશે વિગતો આપતા મૃતકના પિતા શંભુએ જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે મૃતક ઘરના ઉપરના માળે હતી. મોબાઇલ ફોનના વિસ્ફોટના કારણે રૂમનો દરવાજો કાળો પડી ગયો હતો. તેમજ રૂમમાં સંગ્રહિત સુકા ઘાસમાં પણ આગ લાગી ગઇ હતી. શ્રદ્ધા મોબાઇલ ફોનમાં વાત કરતી હતી, જે સમયે તેના મોબાઇલની બેટરી ડાઉન હોવાથી ચાર્જ કરવા માટે મૂકી રહી હતી, તે જ સમયે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને અમે ઉપર આવ્યા ત્યારે શ્રદ્ધા બેભાન થઈને પડી ગઇ હતી.

English summary
A 17 year old girl from Chetasan village in Becharaji taluka of Mehsana district died on Wednesday due to serious injuries. The girl was talking on her mobile phone while in charge, meanwhile her mobile phone exploded. Which resulted in her being seriously injured and dying. The deceased was identified as Shraddha Desai, who was talking while charging her mobile phone, when her mobile phone exploded, after which the body was cremated by her family without conducting an autopsy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X