તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી

Tulsi Prajapati
અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ શુક્રવારે બે વર્ષના સમયગાળા પછી ગુજરાત પરત ફરેલા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ માટે ફરી મુશ્કેલી સર્જાઇ શકે છે. સીબીઆઇ દ્વારા તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની ચાર્જશીટ શનિવારે અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં અમિત શાહનું નામ મુખ્ય આરોપીની યાદીમાં છે.

શનિવારે તુલસી પ્રજાપતિ કેસની ચાર્જશીટ સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવી તેમાં અમિત શાહ ઉપરાંત અનેક પોલીસ અધિકારીઓ જે હાલ સેવા બજાવી રહ્યાં છે અથવા તો કેટલાક સેવાનિવૃત છે, તેમના નામ પણ છે. જેમાં પીસી પાન્ડે, ગીથા જ્હોરી અને ઓપી માથુરનું નામ પણ છે. અત્રે એ વાત નોંધનીય છે કે, સૌહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસની જેમ હવે ટૂંક સમયમાં તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ધરપકડનો દોર શરુ થશે.

નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટે સીબીઆઇની અરજી ફગાવી દીધા બાદ અમિત શાહ બે વર્ષ પછી ગુજરાત પરત ફર્યાં છે, ત્યાં તુલસી એન્કાઉન્ટર કેસની ચાર્જશીટ તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ કેસમાં પણ અમિત શાહનું નામ પ્રમુખ આરોપીની યાદીમાં મુકવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X