For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખંભાતઃ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયું કોમી અથડામણ

ખંભાતઃ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયું કોમી અથડામણ

|
Google Oneindia Gujarati News

આણંદ જિલ્લાના ખંભાતમાં સોશિયલ મીડિયા પર કોઈએ કરેલી પોસ્ટને પગલે કોમી અથડામણની સમસ્યા સર્જાઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 17 ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને વળતર આપવા બાબતની સોશિયલ મીડિયા પરની પોસ્ટ મામલે દલીલ એ હદે આગળ વધી ગઈ હતી કે બે જૂથ આમને-સામને આવી ગયાં હતાં.

communal clash

સૂત્રો મુજબ રવિવારે બપોર પછી ટેમ્પો ભરાઈને એક ગ્રુપ ખંભાત આવ્યું અને લોકો પથ્થરમારો કરવા લાગ્યા હતા. બાદમાં પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ અને બંને જૂથ એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા. મુસ્લિમ સમુદાયે આરોપ લગાવ્યો કે ચાર કલાક સુધી પોલીસ ત્યાં પહોંચી પણ નહોતી. અથડામણને પગલે ત્રણ વાહન, એક કેબિન અને ત્રણ ઘરને આગના હવાલે કી દેવામાં આવ્યાં હતાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 17 શેલ છોડવા પાડ્યા હતા.

એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું કે, "ઘટનાને પગલે કોઈપણ ઈજાગ્રસ્ત નથી થયા પરંતુ માલ-મિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે." હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે કોઈ અણધારી ઘટના ફરી બને ન બને તે માટે આણંદ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીનગરથી એસઓજી અને એસઆપી કંપનીને તહેનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો- અમદાવાદ સહિત આ 5 એરપોર્ટનું ખાનગીકરણ કરાયું, અદાણીને મળ્યો 50 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ

English summary
communal clash trigger in khambhat due to social media post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X