ચૂંટણી પૂરી થતા જ હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાઇ પહેલી ફરિયાદ
ચૂંટણી પૂરી થયા પછી હાર્દિક પટેલની નવી મુશ્કેલીઓ શરૂ થઇ ગઇ છે. હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદમાં ફરિયાદ દાખલ થઇ છે. વધુ જાણો અહીં.
ચૂંટણી પુરી થતા જ પાસ કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલી શરૂ થઈ ગઇ છે.11મી ડિસેમ્બરે હાર્દિક પટેલ અને પાસના અન્ય કન્વીનરો દ્વારા ઘુમાથી નિકોલ સુધીનો રોડ શો યોજ્યો હતો જેમાં પરમીશન લેવામાં આવી નહોતી તેમ છતાંય ખુબ મોટા પ્રમાણમાં રોડ શો યોજીને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો.આ રોડ શોના કારણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.

આજે સવારે ગૃહ વિભાગની સૂચના બાદ અસલાલીના સર્કલ ઓફિસર રામુભાઈ મકવાણાએ હાર્દિક પટેલ સહિત 50 લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ વિરુદ્ધ અગાઉ ગાંધીનગર, રાજકોટમાં પરવાનગી વિના રેલી કરીને જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો.આમ હવે ચૂંટણી બાદ હાર્દિક પટેલ પરનો કાયદાકીય સંકજો વધુ મજબૂત બને તેવી શક્યતાઓ છે.












Click it and Unblock the Notifications
