ગુજરાત ભાજપે મને ખોટા કેસમાં જેલ મોકલ્યો હતો : હાર્દિક પટેલ

Written By:
Subscribe to Oneindia News

પાટણમાં ગત મહિને યોજાયેલ 'એક શામ શહિદ કે નામ' કાર્યક્રમમાં મહેસાણાના પાટીદાર યુવક સાથે મારપીટના કેસમાં હાર્દિક પટેલ અને તેના બે મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ ત્રણેય પાટીદાર કાર્યકરોને શરતી જામીન પર છોડવાનો આદેશ સેસન્સ કોર્ટે કર્યો છે. હાર્દિક પટેલ અને તેના સાથીદારોના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાર્દિક તથા તેના સાથીઓને પાટણમાં ન પ્રેવશવાની તથા ગુજરાતની બહાર ન જવાની શરત પર જામીન આપવામાં આવ્યા છે. આ મામલે હાર્દિક પટેલે ટવિટ્ કરતા જણાવ્યુ કે, ગુજરાત ભાજપ મારા પર ખોટા કેસ કરી મને જેલમા પુરવાનો પ્રયત્ન કરે છે.

hardik

નોંધનીય છે કે, 26 ઓગસ્ટના રોજ પાટણ ખાતે યોજાયેલ 'એક શામ શહિદ કે નામ' પાટીદાર કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને દિનેશ બાભંડિયાની મહેસાણાના યુવકો સાથે મારપીટ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ શુક્રવારે તેની જામીન અરજી પર સુનવણી કરતા કોર્ટે તેમને રૂ. 15000નો દંડ ફટકોર્યો હતો. જામીનની શરતો અનુસાર, હાર્દિક પટેલને પાટણમાં પ્રવેશવાની તથા ગુજરાતની બહાર જવાની મનાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા ઘણા રાજકીય લોકો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ફરી પાટીદાર નેતા હાર્દિક પટેલ સરકાર માટે કોઈ નવી મુશ્કેલી ઊભી ના કરે તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

English summary
Conditional bail granted to Hardik Patel

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.