કોંગ્રેસે તેના બે ધારાસભ્યોના મત રદ્દ કરવાની માંગ કરી
શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના બે નેતા ભોળા પટેલ અને રાધવજી પટેલના વોટિંગને કેન્સલ કરવાની વાત કરી છે. આ બન્ને નેતાઓએ પરચી બતાવી ચૂંટણીના નિયમોનું ઉલ્લંધન કર્યું હોવાનો આરોપ છે.જેના કારણે આ બન્ને નેતાઓના
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં જ્યાં એક તરફ હાલ મતગણતરી થઇ રહી છે ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મત ગણતરી અટકાવીને તેના બે નેતાઓ જેમણે ક્રોસ વોટિંગ કર્યું છે તેમના મત કેન્સલ કરવાની માંગ ચૂંટણી પક્ષ આગળ કરી છે. સાથે જ આ મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી બતાવી છે. અને આ વાતનો વિરોધ કર્યો છે. તો સામે પક્ષે ભાજપે આ વાતને નકારી છે અને જણાવ્યું છે કે આ ચૂંટણી તમામ નિયમોને આધીન યોગ્ય રીતે જ થઇ છે.

ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના બે નેતા ભોળા પટેલ અને રાધવજી પટેલના વોટિંગને કેન્સલ કરવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે આ બન્ને નેતાઓએ પરચી બતાવી ચૂંટણીના નિયમોનું ઉલ્લંધન કર્યું છે. જેના કારણે આ બન્ને નેતાઓના વોટ રદ્દ કરવામાં આવે. ત્યારે આ મામલે હાલ ભારે વિવાદ થઇ રહ્યો છે. જો કે આ બન્ને નેતાઓ વોટ કેન્સલ થયા તો ભાજપ સામે નવી મુશ્કેલી ઊભી થશે.












Click it and Unblock the Notifications
