For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના 3D ચૂંટણી પ્રચાર મુદ્દે વિવાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arjun-modhwadia
અમદાવાદ, 20 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 3D ચૂંટણી પ્રચાર મુદ્દે વિવાદ ઉભો થયો છે અને આ મુદ્દો ચૂંટણી પંચ પાસે જતો જોવા મળી રહ્યો છે. વિપક્ષી દળોએ નરેન્દ્ર મોદીના હાઇટેક ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરવામાં આવતાં પૈસાના સ્ત્રોત અંગે પ્રશ્ન ઉભો કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે તે મુદ્દે તપાસ માટે ચૂંટણી પંચનો દરવાજો ખખડાવશે. વિપક્ષે નરેન્દ્ર મોદીના 3D પ્રચારની ટીકા કરતાં કહ્યું હતું કે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યાં. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ રવિવારે 3D હોલોગ્રાફિક પ્રોજેક્શનના માધ્યમથી ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં એકસાથે સભા સંબોધી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે આ પ્રકારના ફાલતુ ખર્ચને બચાવી શકાય છે. અમારી જાણકારી મુજબ દરેક પ્રોજેક્શન પર પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેમજ નરેન્દ્ર મોદીએ 182 વિધાનસભા વિસ્તારમાં આનો પ્રયોગ કરવાની યોજના બનાવી છે.

અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે અમે ચૂંટણી પંચ પાસે આ પ્રકારના વ્યર્થ ખર્ચાઓના સ્ત્રોતની તપાસનો આગ્રહ કરીશું. આ અભિયાન માટે ખર્ચ કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ, ખેડૂતોની મદદ અથવા બિમારી વ્યક્તિઓની સેવામાં કરવામાં આવી શકતો હતો. તેમને દાવો કર્યો છે કે ભાજપે ગુજરાતના લોકો પાસેથી મેળવેલ 500 કરોડ રૂપિયાના દાનમાંથી આ ખર્ચ કરવામાં આવ્યો છે.

કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતા ગોવર્ધન ઝડફિયાએ કહ્યું હતું કે અમને મળતી જાણકારી મુજબ 3D પ્રોજેકશનનો ખર્ચ લગભગ 10 લાખ ડોલર છે. નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના ચૂંટણી પ્રચાર પ્ર 65 કરોડ ફૂક્યાં છે. તો બીજી તરફ સીપીએમ લીડર વૃંદા કરાતે પણ નરેન્દ્ર મોદીના 3D પ્રચારની ટીકા કરતાં કહ્યું હતું કે મોદી સરકારે કશું જ કામ કર્યું નથી અને હવે તે ચૂંટણી જીતવા માટે આ પ્રકાર તિકડમ કરે છે. પોતાના કામને વધારી કરીને બતાવવા માટે 3D ચૂંટણી પ્રચાર પર કરોડો રૂપિયા ફૂંકવામાં આવે છે.

English summary
Narendra Modi's hi-tech 3D campaign extravaganza has come under attack from the Opposition and the Congress has decided to move the Election Commission seeking a probe on its source of funding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X