ચેતેશ્વર પૂજારાએ લીધી ગોંડલની મુલાકાત, લીધા ગુરૂના આશીર્વાદ

Posted By:
Subscribe to Oneindia News

રવિવારે ભારતીય ક્રિકેટનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ પહોંચ્યો હતો. ગોંડલ ખાતે ચેતેશ્વર જે ગુરુમાં માને છે તેવા હરિચરણદાસ બાપુનો જન્મદિવસ હતો. પરિવાર સમેત પહોંચેલા ચેતેશ્વરે અહીં આરતી લઇને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે ખુદ ઓછા લોકો જાણે છે કે ચેતેશ્વર પૂજારા ગોંડલના જે હરિચરણદાસ બાપુમાં માને છે તે કોણ છે? ત્યારે જાણો આ અંગે થોડું વધુ.

Cheteshwar pujara

ગુજરાતના લોકલાડીલા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રવિવારે ગોંડલના રામજી મંદિર ખાતે સદગુરુદેવ હરિચરણદાસ મહારાજની અધ્યક્ષતામાં રામ નવમી મહોત્સવ નિમિત્તે ચાલતા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ 11 એપ્રિલ સુધી ચાલવાનો છે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રવિવારે મંદિરના મહંત હરિચરણદાસ બાપુની 96મી જન્મજયંતી હોવાના કારણે ચેતેશ્વર પૂજારાએ પત્ની પૂજા સાથે આરતી ઉતારી હરિચરણદાસ બાપુના આશિર્વાદ લીધા હતા.

Cheteshwar pujara

પૂજારાએ શું કહ્યું
આ પ્રસંગે ચેતેશ્વર પૂજારાએ હાજર મીડિયાને જણાવ્યું હતું કે આજે મારા ગુરૂ હરિચરણદાસ બાપુનો જન્મદિવસ છે. માટે હું બાપુના દર્શન કરવા આવ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે હું દર વર્ષે બાપુના જન્મદિવસ પર આવું છું અને તેમના આશીર્વાદ લઉં છું.

Cheteshwar pujara

કોણ છે આ ગુરુ?
હરિચરણદાસ બાપુ રાજકોટના સદગુરૂ સદન આશ્રમના સ્થાપક અને માનવ ધર્મના પ્રણેતા પરમ પૂજ્ય રણછોડદાસ બાપુના પટશિષ્ય છે. તેમજ ગોંડલ રામજી મંદિરના મહંત છે. હરિચરણદાસ બાપુ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવતા નથી. તેમજ અન્ય કોઇએ પણ જન્મદિવસની ઉજવણી ન કરી તે દિવસે થાય તો ધાર્મિક કાર્યો કરવાનો ઉપદેશ આપે છે. નોંધનીય છે કે ચેતેશ્વર પૂજારાનો સમગ્ર પરિવાર તેમનામાં ખૂબ જ માને છે અને ચેતેશ્વર કોઇ પણ સારા કાર્ય કરતા પહેલા અહીં દર્શન કરવા અને આશીર્વાદ લેવા ખાસ આવે છે.

Cheteshwar pujara
English summary
Cricketer Cheteshwar pujara follow this religious guru. Read here more on this.
Please Wait while comments are loading...