For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં પઠાણ ફિલ્મ નો વિહિપ,બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ, સિનેમા ઘરોએ પઠાણ ફિલ્મ ન લગાડવા અપાઈ ચીમકી

પઠાણ ફિલ્મના સોગ બેશરમ રંગનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરીષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડના કિંગ ખાન છેલ્લા 5 વર્ષ બાદ મોટા પડદે વાપસી કરી રહ્યો છે શાહરૂખની પઠાણ જાન્યુઆરી 2023 માં રિલિજ થશે તે પહેલા ફિલ્મનું સોંગ 'બેશરમ રંગ' નો ભારે વિરોધ થઇ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ આ સોંગ્સનો ભારે વિરોધ જોવા મળ્યો હતો.

dipika

સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ફેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ લાગ્યા હતા. આ ઉપરાંત પઠાણ પિક્ચરના પોસ્ટરોને સળગાવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા મેહુલ સિનેમેક્સ સહિતના સિનેમા ઘરોમાં જઈને સનાતન હિંદુ ધર્મના ભગવા વસ્ત્રો સાથે અપમાનજનક સ્થિતિમાં આવી રહેલા આ પિક્ચરને સિનેમા ઘરોમાં નહીં દેખાડવા ચીમકી આપવામાં આવી છે. સાથે સાથે આ પઠાણ ફિલ્મને જામનગરના સિનેમા ઘરોમાં દેખાડવામાં આવશે તો ઉગ્ર આક્રમક રીતે વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પઠાણ ફિલ્મના વિરોધ પ્રદર્શનમાં જામનગર ના બજરંગ દળ શહેર સંયોજક હિરેનભાઈ ગંઢા, શહેર સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળના અર્જુનભાઈ ભદ્રા, મિલન કેન્દ્રના પ્રમુખ હિમાંશુભાઈ ગોસાઈ, પ્રખંડ સંયોજકો અભિજીતભાઈ તિવારી, ધવલભાઈ ગોરી સહિતના અગ્રણી કાર્યકરો જોડાયા હતા.

English summary
Deepika Padukone's film Pathan protested in Jamnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X