
જાણો તમારા ઉમેદવારને: જામનગર ઉત્તરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જામનગર ઉત્તરની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. તો ધર્મેન્દ્રસિંહ જાડેજા વિષે થોડુ જાણીએ. 40 વર્ષના ધર્મેન્દ્રસિંહ જાડેજા પર અત્યાર સુધીમાં 4 ગુનાહિત કેસ નોંધાયા છે. તેમની પાસે 20 કરોડથી પણ વધારે સંપત્તિ છે. તેમના પત્ની ગૃહિણી છે, તેમણે વર્ષ 2012માં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ગાંધીનગર સેન્ટર પરથી હાઇસ્કુલનો અભ્યાસ કર્યો છે.
2012માં જામનગર ઉત્તરની સીટ કોંગ્રેસની કબજામાં હતી. ધર્મેન્દ્રસિંહ આ સીટ પરથી 2012ની વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભાજપના મુલુભાઈ બેરાને હાર આપી હતી. પરંતુ કોંગ્રસમાંથી તેમને આ વર્ષની ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સીટ પરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિજેતા થયા હતા. આથી તેમને ભાજપે ફરી આ સીટ પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.