For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોલેરા દિલ્હી કરતાં વધારે સારું વિકાસ પામશે : નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 જાન્યુઆરી : શહેરો અને ગામડાંઓનો વિકાસ એકસાથે કરવાનું જરૂરિયાત જણાવતાં ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં ધોલેરા બંદરનો દિલ્હી કરતાં સારો વિકાસ કરવામાં આવશે અને આ ચીનની આર્થિક રાજધાની શંઘાઇ કરતાં છ ગણો મોટો હશે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારોના સંમેલનના કાર્યક્રમ પહેલાં આયોજિત પરિચર્ચાના અંતમાં કહ્યું હતું કે ધોલેરાનો દિલ્હી કરતાં સારો અને શંઘાઇ કરતાં છ ગણો મોટો વિકાસ કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે આ પરિચર્ચામાં ગ્રામીણ વિસ્તારમાં મોટા ગામડાંઓના નિર્માણ પર આધારિત છે, જ્યાં ગ્રામીણ વાતાવરણ છે, પરંતુ શહેર તમામ સુવિધાઓ હોય.

ધોલેરા અહીંથી 140 કિ.મી દૂર છે અને ધંધુકા તાલુકામાં છે. રાજ્ય સરકાર તેને વિશેષ રોકાણ ક્ષેત્ર તરીકે વિકસીત કરવાની યોજના બનાવી રહ્યું છે. જુડવા શહેરોના વિકાર પર ભાર આપતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરત, નવસારી, અમદાવાદ-ગાંધીનગર, સુરેન્દ્રનગર-વઢવાણ, ભરૂચ-અંકલેશ્વર અને વડોદરા-હાલોલ તથા કલોલ જેવા જુડવા શહેરો તરીકે વિકાસ કરવામાં આવ્યો છે જેથી બંને શહેરોમાં સમગ્ર અને સમાન વિકાસ થાય.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ગ્રામીણ ક્ષેત્રોને શહેરી સુવિધાઓ આપવાનો વિચાર મુક્યો છે અને ગુજરાત તેને મૂર્તરૂપ આપનાર પ્રથમ રાજ્ય હશે.

English summary
Narendra Modi today said that port city of Dholera will be developed better than Delhi and six times bigger than China's financial capital Shanghai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X