For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીત્યા બાદ મોદીએ રમખાણોની માગી લીધી માફી?

By Gajendra
|
Google Oneindia Gujarati News

narendra modi
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરૂવારે જાહેર થઇ જતાની સાથે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી ગુજરાતની પ્રજાએ કરી દીધું છે. ગુજરાતની જનતાએ એકવાર ફરી મોદીને સરકાર બનાવવા અને ત્રીજીવાર ગુજરાતની નાવનું સુકાન સંભાળવાની તક આપી છે. ભાજપના વિજય બાદ નરેન્દ્ર મોદીએ ખાનપુર ખાતેના પક્ષના કાર્યાલયએ વિજય સભાને સંબોધી હતી. મોદીએ આ સભામાં કરેલા ભાષણમાં જાણે પાંચ વર્ષમાં વાદવિવાદોને સાંકળી લઇને સફાઇ આપી હોય તેવું લાગી આવતું હતું, મોદીએ કરેલા ભાષણનો માર્મિક અર્થ કાઢી વિશ્લેષણ કરીએ.

મોદીએ જાણીજોઇને હિન્દીમાં ભાષણ કર્યું?

નરેન્દ્ર મોદીએ વિજય સભાને જાણીજોઇને હિન્દીમાં સંબોધી હતી. જેના કારણે તેઓ નેશનલ મીડિયા દ્વારા આખા દેશની જનતાને સંબોધવા માગતા હતા. માટે તેમણે નેશનલ મીડિયાને ટાર્ગેટ કરી જાણીજોઇને હિન્દીમાં ભાષણ કર્યું હતું જેના કારણે તેઓ નેશનલ ઓડિયન્સ સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકાય, અને રાષ્ટ્રીય સ્તરે પોતાની શાખ વધુ સારી બનાવી શકાય.

ગુજરાતની પ્રજા પર મોદી થયા ઓળઘોળ

મોદીએ પોતાના ભાષણમાં તેમને ફરી વિજય બનાવવા બદલ ગુજરાતની છ કરોડ ગુજરાતીઓનો આભાર માન્યો હતો. મોદીએ વારંવાર કહ્યું હતું કે આજે મને મારા છ કરોડ ગુજરાતીઓને સાષ્ટાંગ દંડવત કરવાનું મન થાય છે. મોદીએ કહ્યું કે કોઇને કંઇ શીખવું હોય તો તે ગુજરાતની છ કરોડ જનતા પાસે શીખે જેમણે 70.75 ટકા જેટલું મતદાન કર્યું અને તે પણ બીજેપીને ફરીથી સત્તામાં લાવવા માટે. તેમણે પોલિટિકલ પંડિતોને પણ જીતનો શ્રેય બીજેપીને નહી બલકે ગુજરાતના મતદારોને આપવા જણાવ્યું. તેમણે કહ્યું કે આજે કોઇની ચર્ચા કરવી હોય અને આજનો કોઇ હીરો જે તો એ છે ગુજરાતની છ કરોડ જનતા.

જીત્યા બાદ મોદીએ રમખાણોની માગી લીધી માફી?

મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'મને એ વાતની ખુશી છે જે સંસ્કારો મને મળ્યા છે તેમાં મે ઓછપ આવવા દીધી નથી, તણાવોની વચ્ચે પણ મે મારા સંસ્કારો અનુરુપ વર્તવાવો પ્રયત્ન કર્યો છે. છતાં પણ ક્યાય મારાથી કમી રહી ગઇ હોય, ક્યાય મારાથી ભૂલ થઇ ગઇ હોય તો હું અત્યારે જ મારા છ કરોડ ગુજરાતી ભાઇ-બહેનનોની માફી માગું છું.' મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતની જનતાની માફી માગી લીધી, જે એવો સંકેત પણ આપે છે કે તેઓ હવે તેમની મુસ્લીમ વિરોધી છબિ સુધારવા માગે છે અને આગે(દિલ્હી) કદમ માંડવા માગે છે.

મોદી નથી ઇચ્છતા કે ગોધરાકાંડ જેવા રમખાણો ફરી થાય?

મોદીએ એવું પણ જણાવ્યું કે 'તમે અમને સત્તા આપી પરંતુ હવે આશીર્વાદ આપો કે જેથી અમારાથી કોઇ ભૂલ ના થાય, તમે આશીર્વાદ આપો કે ભૂલથી પણ અમારા હાથોથી કોઇનું ખરાબ ના થાય.' એવું કહી શકાય કે 2002ના રમખાણોનો મોદીને પણ વસવસો છે અને તેઓ પોતે એવું નથી ઇચ્છતા કે ગોધરાકાંડ જેવો બીજો કોઇ કાંડ ફરીથી થાય. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ ગોધરા-અનુગોધરાના પ્રાયશ્ચિતરૂપે તેમણે સદભાવના ઉપવાસો યોજ્યા હતા.

મોદીએ પ્રધાનમંત્રી બનવાની તૈયારી શરૂ કરી દીધી?

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'આ વિજય નરેન્દ્ર મોદીનો નહી, આ વિજય ભાજપનો નહીં પણ આ વિજય ગુજરાતની જનતાનો છે, આ વિજય હિન્દુસ્તાનના એ નાગરીકોનો છે જે વિકાસ, સુખ અને શાંતિ માટે સદીઓથી તડપતા રહ્યા છે. કોઇ આસામમા રહેતું હશે, કોઇ કેરેળમાં રહેતું હશે, કોઇ જમ્મુ-કાશ્મીરમાં રહેતું હશે, દેશના ખુણે-ખુણામાં રહેનાર એ દરેક નાગરિકોનો આ વિજય છે જે દેશનું ભલુ ઇચ્છે છે.' મોદીએ જાણી જોઇને પોતાનું ભાષણ હિન્દીમાં કર્યું અને પોતાના ભાષણમાં ગુજરાતની પ્રજાની સાથે સાથે દેશના દરેક નાગરિકોનો વિજય ગણાવ્યો જે દર્શાવે છે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બનવાની પોતાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

વાચકોના વિચારો અને મંતવ્યો આવકાર્ય

English summary
Did Narendra Modi apologize for riots in his Vijay Sabha Khanpur?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X