અમદાવાદમાં હવે દોડશે ઇ-બસ, BRTS ના ટિકિટ દરમાં કોઈ વધારો નહીં

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદ જનમાર્ગ લીમીટેડની એક બોર્ડ મીટીંગની બેઠક મળી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા. જેમાં બી.આર.ટી.એસ. સેવાના ટિકિટ દરો વિશે મેયર ગૌતમ શાહે જણાવ્યું છે કે શહેરીજનો ઉપર વધારાનું આર્થિક ભારણ ન પડે તે હેતુથી BRTS સેવાના ટિકિટ દરોમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત જણાવ્યું કે FAME સ્કીમ અંતર્ગત ઇલેક્ટ્રીક બસો ચલાવવા માટે કેન્દ્ર સરકારની મંજુરીની આધિનથી કુલ 50 ઇલેક્ટ્રીક બસો માટે L.0.I. આપવામાં આવેલ છે. જેનાથી ઇલેક્ટ્રીક બસોના વપરાશના કારણે શહેરને નવિનતમ ટેકનોલોજીની આધુનિક બસો મળશે. તેમજ વાયુ અને ધ્વનિનું પ્રદૂષણ પણ ઓછું થશે.

e bus meeting

નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં આ જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્લીની જેમ જ અમદાવાદમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધતું ગયું છે. તેવા માહોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર પ્રમાણે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે દેશમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઇ છે. માત્ર એટલું જ નહીં પરંતુ આવનારા સમયમાં અમદાવાદમાં 40 ઇ-બસ, 20 ઇ-મેક્સી અને 20 ઇ-રીક્ષાની સુવિધા પણ અમદાવાદીઓને ઉપલબ્ધ થશે. આ તમામ બસોની બેટરીને એક વાર ચાર્જ કર્યા બાદ 180 કિ.મી સુધી તે ચાલશે.મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2017માં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આ પ્રોજેક્ટ આગળ વધારવામાં આવ્યો છે જેમાં સુવિધામાં કેન્દ્ર સરકાર 60% નાણાંકીય મદદ આપશે.

અને મહત્વનું છે કે સરકારની મદદથી 2018થી 2019 સુધીમાં શહેરનાં ગીચ વિસ્તારોમાં પણ આ બસો દોડતી જોવાં મળશે. આ ઇ-બસો આગામી સમયમાં બીઆરટીએસનાં રૂટ પર દોડાવવામાં આવશે. તેમજ આ બસો 24 કલાક સુધી ચાલુ રહેશે. ઇ બસની સાથે સાથે 20 ઈ મેકિસ ગાડી અને 20 ફોર સીટર રિક્ષા પણ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇ મિડી બસમાં 34 થી 37ની બેઠક વ્યવસ્થા હશે. બસ એકવાર ચાર્જ થયા પછી 180 કિમી દોડશે. જોકે આ એક ઈ-બસની કિંમત 1.40 કરોડ રૂપિયા છે. પ્રતિકિલોમીટર 6 થી 7 રૂપિયામાં પડશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. કુલ 60 કરોડનો આ પ્રોજેક્ટ છે. જે વર્ષ 2018-19ના બજેટમાં મૂકાશે. ભારત સરકાર ખર્ચ પેટે 60 ટકા ગ્રાન્ટ ફાળવશે. અમદાવાદ બાદ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પ્રમાણેની ઇ બસ સેવા શરૂ કરવામાં આવશે.

English summary
Ahmedabad : Soon E buses will run on Ahmedabad roads, no fare hike for BRTS ticket.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.