For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉશ્કેરણીજનક ભાષણ બદલ શંકરસિંહ વાઘેલાને નોટિસ

|
Google Oneindia Gujarati News

shankarsinghvaghela
નવીદિલ્હી, 12 નવેમ્બરઃ ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાને ચૂંટણી સભામાં ઉશ્કેરણીજનક ભાષમણ કરવા બદલ નોટિસ પાઠવવાનું નક્કી કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સંપથ સાથેની બેઠકમાં પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે વાઘેલા દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોય તેમને નોટિસ પાઠવવામાં આવે. સુરત નજીક એક સભાને સંબોધતીવેળા શંકરસિંહ વાઘેલાએ ગોધરા હત્યાકાંડ પછી થયેલા રમખાણોનો ઉલ્લેખ કરીને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. વાઘેલાના સાંજ સુધીમાં આ નોટિસ પાઠવવામાં આવશે.

વાઘેલા સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ પંચે નોટિસ પાઠવવાનું નક્કી કર્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે અહેવાલ આપવામાં આવ્યો છે. નોટિસ પાઠવતા પહેલા તેમણે શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામા આવેલા ભાષણ અંગનું વીડિયો રેકોર્ડિંગ પણ મેળવ્યું હતું.

31મી ઓક્ટોબરે સુરતના બીઆરસી ગેટ ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધતીવેળા તેમણે મુસ્લિમ વોટબેન્ક હાંસલ કરવા માટે ગોધરાકાંડ પછીના રમખાણોનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો. ભાષણમાં તેમણે ગોધરાકાંડ પછીના રમખાણો સાથે મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને દોષિત ઠેરવી હતી. કોંગ્રેસમાં જોડાયા તે પહેલા શંકરસિંહ વાઘેલા ભાજપમાં હતા. ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે અને તેનું પરિણામ 20 ડિસેમ્બરે જાહેર થશે.

English summary
The Election Commission decided today to issue a notice to Congress leader Shankersinh Vaghela for allegedly making hate speeches while campaigning in poll bound Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X