For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વિકલાંગ મતદાતાઓની ભાગીદારી વધારવા ખાસ વ્યવસ્થા

|
Google Oneindia Gujarati News

voting
અમદાવાદ, 5 નવેમ્બર: ગુજરાત વિધાનસભા માટે આવતા મહિને થનારી ચૂંટણીમાં વિકલાંગ મતદાતાઓની ભાગીદારીમાં વધારો કરવા માટે ચૂંટણી પંચે પ્રયત્નો શરૂ કરી દીધા છે. ચૂંટણીપંચે વિકલાંગો માટે બ્રેઇલ આંકડાઓ, તેમજ ખાસ પ્રકારનું મતપત્ર અને મતદાન કેન્દ્રો પર તેમને ચાલવા માટે રેમ્પ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું કે 'દરેક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં બ્રેઇલ લિપિ રાખવામાં આવશે. વોટિંગ મશીન પર બ્રેઇલ લિપિ હોવાથી પ્રજ્ઞાચક્ષુઓ ઉમેદવારોના નામ સહેલાઇથી વાંચી શકશે. અને જે ઉમેદવારોને તેઓ વોટ કરવા માગે છે તે ઉમેદવારના નામની આગળ રાખવામાં આવેલ આંકડાને દબાવી તેઓ વોટિંગ કરી શકશે.'

કરવાલે વધુમાં જણાવ્યું કે બ્રેઇલ મતદાન જોકે 2009ના લોકસભા ચૂંટણીમાં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણી પંચ આ વખતે પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓમાં મતદાન જાગૃતિ ફેલાવવા વધુ પ્રયત્નો કરી રહી છે.

મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી વિજય નેહરાએ જણાવ્યું કે 'દરેક મતદાન કેન્દ્ર પર ખાસ પ્રકારના રેંપની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે જેથી શારીરિક રીતે વિકલાંગ મતદાતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.' નહેરાએ જણાવ્યું કે ચૂંટણી અધિકારીઓને વિકલાંગ મતદાતાઓ પ્રત્યે સંવેદનશીલ વલણ અપનાવવા જણાવી દેવાયું છે. હવે શારીરિક રીતે વિકલાંગ લોકોને મતદાન માટે લાંબી કતારોમાં ઉભું નહીં રેવું પડે.

English summary
In a bid to increase participation of disabled voters in Gujarat Assembly polls next month, the Election Commission has introduced Braille numbers and ballot papers besides setting up ramps at polling booths for their convenience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X