For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ તબક્કાની ચૂટણી : તાપીમાં સૌથી વધુ 76 ટકા અને જામનગરમાં સૌથી ઓછું 63 ટકા મતદાન

|
Google Oneindia Gujarati News

gujarat-assembly
ગાંધીનગર, 14 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે મતદાન પ્રક્રિયા 13 ડિસેમ્બર, 2012ને ગુરુવારના રોજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી અંગેની સત્તાવાર જાહેરાતમાં સરેરાશ મતદાન વિક્રમી 70.75 ટકાએ પહોંચ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે ગુજરાતનાં મુખ્ય નિર્વાચન અધિકારી અનિતા કરવલે જણાવ્યું છે કે, "ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી 2012ના પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 87 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપણ થયું છે. 87 વિધાનસભા બેઠકો માટે આજે અંદાજે 68 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું."

મતદાન વિશે વધુ વિગતો આપતાં કરવલે જણાવ્યું હતું કે સૌથી વધુ અંદાજે 68 ટકા જેટલું મતદાન તાપી જિલ્લામાં થયું છે જયારે સૌથી ઓછું મતદાન 63 ટકા જામનગર જિલ્લામાં થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લાવાર મતદાનનાં આંકડા આ મુજબ છે

ભરૂચ જિલ્લામાં 67.5 ટકા
નર્મદામાં 71.8 ટકા
સુરતમાં 64 ટકા
તાપીમાં 76 ટકા
નવસારીમાં 72 ટકા
ડાંગમાં 66 ટકા
વલસાડમાં 67 ટકા
જૂનાગઢ 67 ટકા
રાજકોટમાં 68.8 ટકા
અમરેલીમાં 65.6 ટકા
પોરબંદરમાં 63.5 ટકા
જામનગરમાં 63 ટકા
સુરેન્દ્રનગરમાં 68 ટકા
ભાવનગરમાં 68 ટકા
અમદાવાદમાં 66.8 ટકા.

મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે કેટલીક છુટીછવાઈ દ્યટનાઓને બાદ કરતાં સમગ્ર રાજયમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પરીપૂર્ણ થઈ છે. સુરતનાં લિંબાયત મતદાન વિસ્તારમાં કાર પાર્કીગની બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલીની દ્યટના બની છે આ ઉપરાંત જૂનાગઢનાં તલાળામાં એક ગાડીની વિન્ડ સ્કિન કોઈ ઈસમે તોડી નાંખવાની ઘટના બનવા પામી છે. સુરેન્દ્રનગરનાં ચુડા મતદાર વિભાગમાં પ્રિસાઈડીંગ ઓફ્સિરે ઓબ્ઝર્વર સાથે ગેરવર્તણુંક કરતાં તાત્કાલિક અસરથી પ્રિસાઈડીંગ ઓફ્સિરને બદલી નાંખવામાં આવ્યા છે. આ સિવાય રાજયભરમાંથી કોઈપણ અનિચ્છનીય ઘટના બની હોવાના અહેવાલો નથી એમ તેમણે ઉમેર્યું હતું.

ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન વિશે વિગતો આપતાં તેમણે કહ્યું કે પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે મુકવામાં આવેલા 21,261 ઈવીએમ પૈકી 0.1 ટકા ઈવીએમમાં ટેકનીકલ ખામી આવતાં ચુંટણી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તે બદલી નાંખવામાં આવ્યા હતાં. જો કે આનાથી મતદાન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ પડ્યો નથી.

પ્રથમ તબક્કામાં 1.60 લાખ પોલીંગ સ્ટાફ્ સહિત 67 જનરલ ઓબ્ઝર્વર્સ, 40 એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર્સ, 15 પોલીસ ઓબ્ઝર્વર્સ, 90 આસીસ્ટન્ટ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર્સ અને3179 માઈક્રો ઓબ્ઝર્વર્સની પ્રથમ તબક્કાની 87 બેઠકો માટેની સમગ્ર ચુંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ભારતનાં ચુંટણી પંચે નિમણુંક કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

English summary
Election first phase : Highest voting 76 pt in Tapi, lowest 63 in Jamnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X