રાજકોટમાંથી બે હજારના દરની 26 લાખની નકલી નોટો ઝડપાઈ

Subscribe to Oneindia News

રાજકોટમાંથી બે હજારવાળી 26 લાખની ડુપ્લીકેટ નોટ ઝડપાઈ છે. પોલીસે બાતમીના આધારે રાજકોટના હનુમાન મઢી વિસ્તારમાંથી બે લોકોને ઝડપ્યા હતા અને તેમની પાસેથી 2000ની 26 લાખ નકલી નોટ ઝબ્બે કરી હતી. પોલીસે જે આરોપી ઝડપ્યા છે તે પૈકી એક રાજકોટના ગોંડલનો તથા બીજો આરોપી અમદાવાદનો હોવાનું જાણવા મળ્યુ છે પોલીસ તે લોકોની વધુ પૂછપરછ કરી રહી છે.

fake note

ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે રાજકોટના હનુમાન મઢી પાસેથી રુદય જાગાણી અને લક્ષ્મણભાઇ ચૌહાણને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં પૂછપરછ દરમિયાન બંને પાસેથી 2 હજારના દરની 26 લાખની નકલી નોટો મળી આવી હતી. મળી આવેલી નોટોમાંથી 2000 ના દરની 1300 નોટ અને 500 ના દરની 20 નોટ હતી. આ નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ ઝેરોક્ષ મશીન પણ ક્રાઇમ બ્રાંચે કબ્જે લીધુ હતુ. નકલી નોટોનુ આ પગેરુ ક્યાં સુધી જાય છે તે અંગે પોલિસે વધુ તપાસ હાથે ધરી છે.

English summary
fake notes of rs.2000 worth 26 lakhs seized from rajkot
Please Wait while comments are loading...