વડોદરાના વાઘોડિયામાં ફટાકડાની દુકાનમાં આગ, 8 ના મોત, 4 ઘાયલ
વડોદરામાં વાઘોડિયામાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા 8 ના મોત, 4 ઘાયલ....
વડોદરાના વાઘોડિયામાં ફટાકડાની દુકાનમાં આગ લાગી છે. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે. ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટની ફટકાર છતાં ઘણી દુકાનો ફાયર સેફ્ટી વગર ધમધમતી હોય છે.

મળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયામાં રુસ્તમપુરા ગામમાં ફટાકડાની બે દુકાનોમાં અચાનક આગ લાગી જતા ત્યા હાજર 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે જ્યારે અન્ય 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા. 4 ફાયર ફાઇટરોની મદદથી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે.












Click it and Unblock the Notifications
