અમદાવાદના નારોલની સુદામા એસ્ટેટમાં મોડી રાતથી ભીષણ આગ, અન્ય 4 કંપનીઓ પણ આગની લપેટમાં

Subscribe to Oneindia News

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ સુદામાં એસ્ટેટ નામની કલર બનાવતી કંપનીમાં મોડી રાતથી ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા તેની આજુબાજુ આવેલી અન્ય 4 કંપનીઓ પણ આગની લપેટમાં આવી ગઇ છે. ફાયર બ્રિગેડની 16 ટીમો અને 60 માણસો સતત પાણી અને ફોગનો મારો ચલાવી રહી છે પરંતુ આગ હજુ સુધી કાબુમાં આવી નથી.

fire

ઘટનાની વિગત એવી છે કે અમદાવાદના પૂર્વ વિસ્તાર નારોલમાં સુદામા એસ્ટેટ નામની એક કલર બનાવતી કંપની છે. જેમાં કલર બનાવવા માટેના સોલવંટ અને ઓઇલના 20 બેરલ પડ્યા હતા જેમાં મોડી રાતે અચાનક બ્લાસ્ટ થતા આખી ઇમારત આગની લપેટમાં આવી ગઇ હતી. આજુબાજુની ચાર કંપનીઓ પણ આ વિકરાળ આગની જવાળાઓમાં લપેટાઇ ગઇ હતી. હાલમાં જાનહાનિના કોઇ સમાચાર નથી. કંપનીની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ફેક્ટરીના માલિકોને લાખો રુપિયાના નુકશાનની આશંકા સેવાઇ રહી છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહિ કરવાને કારણે આ આગ લાગી હોવાનુ પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવી રહ્યુ છે.

English summary
fire breaks out in narol color company in ahmedabad east.
Please Wait while comments are loading...