ગુજરાત બજેટ 2017માં શિક્ષણ ક્ષેત્રના ફાળે શું આવ્યું?

ગુજરાત બજેટ 2017. આ વખતના બજેટમાંથી શિક્ષણ ક્ષેત્રને શું મળશે? જાણો અહીં.

ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ સત્ર નો 20 ફેબ્રુઆરી, 2017 થી પ્રારંભ થયો છે, 31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે. ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે આજે મંગળવારના રોજ વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કર્યું છે.

education

આ વખતના બજેટમાંથી શિક્ષણ ક્ષેત્રના ભાગે કઇ કેટલી સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી છે, એ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં..

  • શિક્ષણ માટે 25 હજાર કરોડની જોગવાઈ, ગત વર્ષ કરતાં 1185 કરોડ વધારે
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ 1100 કરોડની ફાળવણી
  • શિક્ષણના તમામ સ્તરની ગુણવત્તા સુધારવા 440 કરોડની જોગવાઈ
શાળાના વિદ્યાર્થીઓ માટે..
  • પ્રાથમિક શાળાના 60 લાખ 60 હજારવિદ્યાર્થીઓને મફતમાં પાઠ્યપુસ્તક અને ગણવેશ અપાશે
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 21 લાખ 3 હજાર વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો અપાશે
  • 1200 પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ કરાશે, જેમાંથી 100 શાળાના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે
  • ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ની 7 લાખ 44 હજાર 152 લિદ્યાર્થીનીઓને મફત શિક્ષણ પુરૂં પાડવામાં આવશે
  • વેરાવળ અને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં 2 સૈનિક શાળાઓ શરૂ કરવામાં આવશે
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 30 નવી સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ આપવા 7233 પ્રવાસી શિક્ષકો રોકવામાં આવશે
  • આરટીઈ એક્ટ હેઠળ રાજ્યની 1 લાખ 46 હજાર ખાનગી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પુરૂં પાડવામાં આવશે
  • આરટીઈ હેઠળ સરકાર વિદ્યાર્થી દીઠ 13 હજાર ફીની ચૂકવણી કરશે
  • પ્રાથમિક શાળાના 6500 નવા ઓરડા બનાવાશે
  • 10 નવી સરકારી માધ્યમિક શાળાઓના મકાન બાંધવામાં આવશે
  • જરૂરિયાત મંદ સમાજના વિદ્યાર્થીઓ માટે 166 કરોડની જોગવાઈ
ઉચ્ચ અભ્યાસ અને કોલેજ અર્થે..
  • ઉચ્ચ શિક્ષણ મેળવતા 45 હજાર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, ભોજનાલય અને છાત્રાલયની સુવિધા
  • સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતી તમામ વર્ગની વિદ્યાર્થીનીઓને મફતમાં મેડિકલ શિક્ષણ,તમામ ફી સરકાર ભરશે
  • ધોરણ 12 બાદ કોલેજ અને પોલિટેકનિકમાં પ્રવેશ મેળવનાર તમામ 3 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને 1000ની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે
  • પ્રાથમિક તબક્કે ડીજીટલ લર્નિંગ માટે 261 કરોડની જોગવાઈ
  • 37 કોલેજોમાં ડીજીટલ એજ્યુકેશન લર્નિંગ લેબ ઉભી કરાશે
  • રીસર્ચને પ્રોત્સાહન આપવા સ્ટુડન્ટ્સ ઈનોવેશન ફંડ ઉભું કરાશે
  • ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોરેટોરીયમ સમય માટે વ્યાજ સહાય આપવામાં આવશે
  • ફાર્મસીના ઉચ્ચ અભ્યાક્રમો માટે પસંદ કરાયેલી યુનિવર્સિટીઓમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને આધુનિક લેબ ઉભી કરાશે
  • 4 પ્રાદેશિક મોબાઈલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ શરૂ કરાશે
  • આદિવાસી વિસ્તારોમાં 10 અને અન્ય વિસ્તારમાં 16 નવી કોલેજો બાંધવામાં આવશે
  • હાલોલના આદિવાસી વિસ્તારમાં 5 ડિપ્લોમા અભ્યાસક્રમો સાથે 1 નવી સરકારી પોલિટેકનિક શરૂ કરવામાં આવશે
  • ધોળકા ખાતે પીપીપી ધોરણે ઈજનેરી કોલેજ શરૂ કરાશે
  • જુનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગોધરા ખાતે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કેમ્પસ બાંધકામ માટે 52 કરોડની જોગવાઈ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X