ગુજરાત બજેટ 2017: આરોગ્ય વિભાગ માટેની મુખ્ય જોગવાઇઓ

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ સત્ર નો 20 ફેબ્રુઆરી, 2017 થી પ્રારંભ થયો છે, 31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે. ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે આજે મંગળવારના રોજ વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કર્યું છે.

આ વખતના બજેટમાંથી આરોગ્ય વિભાગ માટે કઇ કેટલી સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી છે, એ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં..

અહીં વાંચો - નીતિન પટેલના ગુજરાત બજેટના મુખ્ય મુદ્દા

health
 • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 8 હજાર 800 કરોડની જોગવાઈ
 • માતૃત્વ અને બાળ સંભાળ માટે 119.15 કરોડની જોગવાઈ
 • જિલ્લા હોસ્પિટલોમાં 9 અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં 41 બ્લડ બેંક ચાલુ કરવામાં આવશે
 • મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને 2022 સુધીમાં સંપૂર્ણ નાબૂદ કરવા 102 કરોડની જોગવાઈ
 • મા અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓની આવક મર્યાદા 1 લાખ 20 હજારથી વધારી 1 લાખ 50 હજાર કરાઈ, આ માટે 500 કરોડની જોગવાઈ
 • સરકારી હોસ્પિટલોમાં મફતમાં દવા આપવા 466 કરોડની જોગવાઈ
 • દીનદયાળ ઉપાદ્યાય જેનરીક ડ્રગ્સ સ્ટોર યોજના માટે 15 કરોડની જોગવાઈ, જેનરીક સ્ટોરની સંખ્યા 52થી વધારી 500 કરાશે
 • 108 માટે 70 નવી એમ્બ્યૂલન્સ તથા સાર્વજનિક દવાખાના માટે 43 નવી એમ્બ્યૂલન્સ માટે 15 કરોડની જોગવાઈ
 • ગ્રામીણ અને શહેરી સામૂહિક આરોગ્યકેન્દ્રો માટે 221 કરોડની જોગવાઈ
 • અમદાવાદ સિવિલનું આધુનિકરણ અને તબીબી સ્ટાફની નિમણૂક માટે 129 કરોડની જોગવાઈ
 • ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, કીડની અને ઓપ્થેમોલોજી ઈન્સ્ટીટ્યૂટને 80 કરોડની ફાળવણી
 • કેન્સર, કીડની અને હ્દય રોગની સારવાર માટે બીપીએલ કાર્ડ ધારકોને મફતમાં સારવાર માટે 40 કરોડની જોગવાઈ
 • યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડીયોલોજીમાં બાળકોના હ્દય રોગની સારવાર માટે નવા એકમ માટે 100 કરોડની જોગવાઈ તથા એમ્બ્યુલન્સ માટે 50 લાખની જોગવાઈ
 • રાજ્યમાં સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, નર્સિંગ હોમ, ડોયગ્નોસીસ સેન્ટર, મેડિકલ કોલેજો સ્થાપવા 100 કરોડની જોગવાઈ
 • આયુષ યોજનાને સુદ્રઢ બનાવવા 10 કરોડની જોગવાઈ
English summary
Gujarat Budget 2017. Whats in there for Health Sector in this years budget? Read every detail here.
Please Wait while comments are loading...