ગુજરાત ચૂંટણી 2017: 182 બેઠકોની મત ગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌને ચૂંટણી પરિણામો જાણવાની ઇંતેજારી છે. ચૂંટણી પંચ તરફથી મત ગણતરીની સંપૂર્ણ તૈયારીઓ થઇ ગઇ છે. 182 બેઠકોની મત ગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ છે. 33 શહેરોમાં ચૂંટણી પંચના કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર અને સોમવારના રોજ 30 હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. મુખ્ય કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે છે. ગાંધીનગરમાં અમદાવાદ Annexeખાતે મીડિયા સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. આ મીડિયા સેન્ટર પરથી તમામ બેઠકોની માહિતી જાહેર કરવામાં આવશે.

Gujarat

ઉલ્લેખનીય છે કે, શનિવારે જ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે, વિરમગામ, વડનગર, દસક્રોઇ અને સાવલી સહિતના 6 મતદાન મથકોએ રવિવારે ફરી એકવાર મતદાન કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 10 મતદાન મથકોએ વીવીપેટની કાઉન્ટિંગ સ્લિપ થકી ગણતરી કરવામાં આવશે, એવી જાહેરાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. આ 10 મતદાન મથકોમાં વિસનગર, બેચરાજી, મોડસા, વેજલપુર, વેજલપુર, વટવા, જમાલપુર-ખાડિયા, સાવલી અને સાંખેડાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, બંને તબક્કાના મતદાન દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઇવીએમ મશીન ખોટકાયા હોવાના સમાચાર આવ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત કોંગ્રેસ અને પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ સતત ઇવીએમ સાથે છેડછાડ થવાની હોવાના આરોપો મુકી રહ્યાં છે. આ બધા વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થાય એ માટે ચૂંટણી પંચ સજ્જ છે.

English summary
Gujarat Election 2017: election commission is all set for counting on monday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.