ઇડરમાં હિતુ કનોડિયાની પસંદગી સામે ક્યાંક વિરોધ તો ક્યાંક ઉજવણી

Subscribe to Oneindia News

શુક્રવારના રોજ ભાજપે ઇડર બેઠક માટે ગુજરાતી ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય યુવા અભિનેતા હિતુ કનોડિયાની પસંદગી કરી હતી અને એ સાથે જ તેમના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા. એક તરફ જ્યાં હિતુ કનોડિયાના ચાહકો પ્રસન્ન થયા હતા, ત્યાં કેટલાક લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ભાજપે આ વખતે રમણલાલ વોરાના સ્થાને હિતુ કનોડિયાને ઇડર બેઠક પરથી ઉતારવાનું નક્કી કર્યું છે, એ સામે કેટલાક સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને ઇડરમાં તેમજ આસપાસના દલિત સમાજમાં ભાજપે કરેલ હિતુ કનોડિયાની પસંદગી સામે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા લોકોએ બેનર લઇને હિતુ કનોડિયાનો વિરોધ શરૂ કર્યો હતો, તેમજ ભાજપ સ્થાનિક ઉમેદવાર પસંદ કરે તેવી માંગણી પણ કરી હતી.

ઇડર

હિતુ કનોડિયાની પસંદગી બાદ તેમના સમર્થકોએ મીઠાઈ વહેંચી તેમજ રસ્તા પર ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ભાજપની પાંચમી યાદીમાં વડગામ બેઠક માટે વિજય ચક્રવતી અને ધાનેરા બેઠક માટે ભાજપે માવજીભાઈ દેસાઈને ટિકિટ ફાળવી છે. ધાનેરા બેઠક પર સ્થાનિકોને મળવી જોઇએ તેવી માંગણી થઇ રહી છે અને આ માટે મુખ્યમંત્રીને ઉલ્લેખતા બેનર પણ જોવા મળ્યા હતા.

હિતૂ કનોડિયા
English summary
Gujarat Election 2017: BJP chose Hitu Knodiya for Idar seat, some are happy while some are protesting against the decision.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.