• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં અંદાજે 64 ટકાની આસપાસ મતદાન થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.

જિલ્લા અનુસાર વાત કરીએ તો પોરબંદર 55, ભરૂચ 55, નવસારી 58, ડાંગ 58, સુરત 45, વલસાડ 42, સુરેન્દ્રનગર 54, રાજકોટ 55, નર્મદા 54, ભાવનગર 56, તાપી 64, અમરેલી 60, અમદાવાદ 53, જુનાગઢ 51, જામનગરમાં 55 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટઃ 4.23 pm

વરાછાનાં કોંગ્રેસનાં ધીરુ ગજેરાનાં પુત્ર પર ભાજપાનાં કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પોરબંદર ૩૦,જુનાગઢ ૫૨,ભરૂચ ૫૯,સુરત ૨૪,રાજકોટ ૪૨,અમદાવાદ ગ્રામ્ય ૫૩,ભાવનગર ૩૫,વિરમગામ ૫૬,સાનંદ ૫૫,ધોળકા ૫૪,ધંધુકા ૪૫ ટકા મતદાન નોંધાયું છે.

અપડેટઃ 3.58 pm

સુરતના કાપોદ્રામાં 45 બોગસ કાર્ડ ઝડપાયા હતા. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોરબંદરમાં 42 ટકા મતદાન નોંધાયું છે. અમરેલીમાં 36 ટકા મતદાન નોંધાયું છે. વિસાવદરમાં 42 ટકા મતદાન થયું છે.

અપડેટઃ 3.46 pm

અત્યાર સુધી 87 બેઠકો પર 53 ટકા જેટલું મતદાન થયું છે. વિરમગામમાં 56, સોમનાથમાં 50, ધોળકામાં 54 ટકા અને વિસાવદરમાં 42 ટકા મતદાન નોંધાયું છે. ગઢડામાં 60 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટઃ 3.13 pm

ચૂંટણી પંચે ધારણા વ્યક્ત કરી છે કે રાજ્યમાં 70થી 77 ટકા સુધી મતદાન થવાનું છે. સિદ્ધપુરમાં મોદીએ કહ્યું કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે મતદાન અત્યારસુધી નોંધાયું છે.

અપડેટઃ 2.50 pm

બપોર સુધીમાં 30 જેટલા ઇવીએમ ખોટકાયા છે. કોળી, પાટિદાર અને આહીર મતદાતાઓએ મતદાન કર્યું હોવાના અહેવાલ છે. રાજકોટમાં 38 ટકા અને વલસાડમાં 45 ટકા મતદાન નોંધાયું છે.


અપડેટઃ 2.32 pm

વલસાડ જિલ્લામાં 41 ટકા મતદાન થયું છે. જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો સોમનાથમાં 50, કોડીનારમાં 49, ઉનામાં 44 અને તાલાલામાં 44 ટકા મતદાન નોંધાયુ છે. સુરત જિલ્લામાં સુરત પૂર્વમાં 40, ઉત્તરમાં 42,પશ્ચિમમાં 45 ટકા મતદાનો જોવા મળ્યું છે.

અપડેટઃ 2.13 pm

રાજ્યમાં 1 વાગ્યા સુધી સરેરાશ 38 ટકા મતદાન નોંધાયું છે. તાલાલામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. બે ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથમાં 50 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટઃ 1.45 pm

રાજ્યમાં સૌથી વધુ મતદાન તાપી અને નિઝરમાં નોંધાયું છે. તાપીમાં 1 વાગ્યા સુધીમાં 53 ટકા મતદાન અને નિઝરમાં 60 ટકા મતદાન નોંધાયું છે. વલસાડમાં સરેરાશ 35 ટકા મતદાન છે.

અપડેટઃ 1.02 pm

બીલીમોરાનું ઇવીએમ ખોટવાયું. 45 મીનિટ સુધી ખોટવાયું ઇવીએમ. વલસાડમા અત્યારસુધી 32 ટકા મતદાન નોંધવાયું છે. વરાછામાંથી બોગસ મતદાન કાર્ડ ઝડપાયા છે. 100 જેટલા બોગસ મતદાન કાર્ડ ઝડપાયા છે.

અપડેટઃ 12.38 pm

સોનિયા ગાંધીના સલાહકાર અહમદ પટેલે મતદાન કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સરક્રિક મુદ્દે મોદીના પત્રની ટીકા કરી હતી. જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્ર લાલે મતદાન કર્યુ.

અપડેટઃ 12.20 pm

નવસારીમાં 100 નંબર બુથના ચૂંટણી અધિકારી સામે ફરિયાદ નોંધાઇ છે. સૌથી વધુ મતદાન મોરબીમાં નોંધાયું છે. મોરબીમાં 26. 5 ટકા મતદાન નોંધાયું છે. જુનાગઢ અને સુરત માંડવીમાં 20 ટકા મતદાન નોંધાયું છે.

અપડેટઃ 11.45 am

માહિતી કમિશનર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે શરૂઆતના ત્રણ કલાકમાં રાજ્યમાં સરેરાશ 18 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અપડેટઃ 11.30 am

કુવંરજી બાવળિયાએ કર્યું મતદાન. માળિયાહાટીનાના ભંડૂરી ગામે ઇવીએમ બગડ્યું. સુરત પૂર્વના અબાંજી બુથ પર 27 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારા-મારી થઇ હોવાના અહેવાલ પણ મળ્યાં છે. ભાજપના દિગ્ગજ આઈ. કે. જાડેજાએ ધ્રાંગઘ્રામાં મતદાન કર્યું. જુનાગઢમાં મહેન્દ્ર મશરૂએ મતદાન કર્યું.

અપડેટઃ 10.52 am

કેશુભાઇ પટેલને ચૂંટણી પંચની શોકોઝ નોટિસ ફટકારવામાં આવી, પાયલોટ ગાડીનો ઉપયોગ કરવા બદલ તેમને નોટિસ ફટકારવામાં આવી છે. હળવદમાં ઇવીએમ મશીન ખોટવાયું છે. ડાંગમાં 17 ટકા મતદાન થયું છે. સુરતમાં ભાજપના બે કોર્પોરેટર્સ વચ્ચે મારા-મારી થઇ છે. સંદિપ પાટિલ અને રિવન્દ્ર પાટિલ વચ્ચે મારામારીના અહેવાલ છે. ઉધનામાં 50 પરિવારના નામો ગાયબ છે.

અપડેટઃ 10.35 am

દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર સરેરાશ 7 ટકા મતદાન નોંધાયું છે. સુરતના ઉધનામાં સાત ટકા, મજૂરામા આઠ ટકા અને વાંસદામાં નવ ટકા, નર્મદામાં સાત અને ભરૂચમાં 8 ટકા, ગણદેવીમાં 5.1 ટકા, જલાલપોરમાં 6 ટકા મતદાન થયું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો એક કલાકમાં સરેરાશ નવ ટકા મતદાન થયું છે. રાજકોટમાં 10 ટકા, મોરબીમાં 11 ટકા, ધાંગ્રધ્રા 5 ટકા, કાલાવાડમાં નવ ટકા
જામગનગર ગ્રામ્યમાં 6 ટકા, જામગનર દક્ષિણમાં 3.1 ટકા, જામજોધપુરમાં પાંચ ટકા અને દ્વારકામાં પાંચ ટકા મતદાન નોંધાયું છે.

અમદાવાદની વિવિધ બેઠકોની વાત કરીએ તો ધોળકામાં 6.5 ટકા, વિરમગામમા છ ટકા, સાણદમાં આઠ ટકા મતદાન થયું છે.

અપડેટઃ 10.20 am

ક્યાં થયું કેટલાં ટકા મતદાન

દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકો પર સરેરાશ ૭ ટકા મતદાન
સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો પર સરેરાશ ૯ ટકા મતદાન
ધાંગ્રધ્રામાં બે કલાકમાં પાંચ ટકા મતદાન થયું છે
રાજકોટમાં બે કલાકમાં 10 ટકા મતદાન
સુરતના ઉધનામાં 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન
સુરતના મજૂરા બેઠક પર 8 ટકા મતદાન

અપડેટઃ 10.10 am

રાજકોટમાં અતુલભાઈ રાજાણી અને કશ્યપ શુક્લે મતદાન કર્યું. એનસીપીના ચંદુ વધાસિયાએ મતદાન કર્યું, ભાજપના જયરાજસિંહે મતદાન કર્યું છે. ધાંગ્રધ્રામાં બે કલાકમાં પાંચ ટકા મતદાન થયું છે. કેશુભાઇએ જીપીપીને સ્પષ્ટ બહુમત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અપડેટઃ 9.58 am

સુરતના મજૂરા બેઠક પર 8 ટકા મતદાન

સુરતના મજૂરા બેઠક પર 8 ટકા મતદાન નોંધાયું છે. જામનગરમાં કોંગ્રેસના રાઘવજીભાઈ પટેલ, મોરબીમાં મનોજ પનારા, ગોંડલમાં જયરાજસિંહ જાડેજા, વઢવાણમાં વર્ષાબેન દોશી, તલાળામાં ગોવિંદભાઈ પરમાર, માણાવદરમા જવાહરભાઈ ચાવડા, દ્વારકામાં મુળુભાઈ કંડોરિયાએ મતદાન કર્યું છે. કેશુભાઇ પટેલે રાજકોટ ખાતે મતદાન કર્યું છે. જાફરાબાદમાં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

અપડેટઃ 9.46 am

સુરેન્દ્રનગરના લીંમડીમાં કિરિટસિંહ રાણાએ મતાદન કર્યું છે. સુરતના કતારગામનાં સીંગણપોરમાં એક બુથ પર બે ઇવીએમ મશીન ખોટવાયા છે. જામનગરમાં મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે.

અપડેટઃ 9.40 am

જંબુસરના ટંકારીમાં ઇવીએમ મશીન ખોટવાયું છે. મહુવામાં કનુ કલસરિયાએ મતદાન કર્યું છે. ધાંગ્રધ્રામાં જયેશ પટેલે મતદાન કર્યું છે. બાબરામાં મતદાનની ધીમી શરૂઆત છે. વિરમગામમાં તેજશ્રીબેન પટેલ અને જામનગરના ખારવા ગામે મેઘજી ચાવડાએ મતદાન કર્યું છે.

અપડેટઃ 9.20 am

સુરતના ઉધનામાં 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન

રાજુલમાં હિરાભાઇ સોલંકીએ મતદાન કર્યું છે. સુરતના ઉધનામાં 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન થયું છે. વલસાડમાં જોરદાર મતદાન જોવા મળી રહ્યું છે. વિક્લાંગો પણ મતદાન કરવા માટે ઉમટી રહ્યાં છે. શરૂઆતના એક કલાકમાં અત્યારસુધીની સૌથી વધારે મતદાન નોંધાયું છે.

નવસારી- ઉધના બાદ હવે પાનેરામાં ઇવીએમ ખોટવાયું

87 બેઠકોની ચૂંટણીમાં મતદાતાઓના ઉત્સાહની વચ્ચે વિવિધ મતદાન મથકો પર ઇવીએમ મીશનો ખોટવાયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. પાનેરાના બેઠકનું બુથ નં- 208નું ઇવીએમ ખોટવાયું છે.

ગોંડલમાં એનસીપી અને જીપીપી વચ્ચે ઘર્ષણ

ગોરધન ઝડફિયાએ ગત રાત્રે ફરિયાદ કરી હતી કે એનસીપીના કાર્યકરો દ્વારા જીપીપીના કાર્યકારો પર હુમલો કરવામાં આવ્યો છે અને મહિલાઓના કપડાં ફાડી નાખવામાં આવ્યા છે. આજે મતદાન દરમિયાન ગોંડલ ખાતે ફરી બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.

અપડેટઃ 9.04 am

અમેરલીમાં દિલિપ સંઘાણીએ મતદાન કર્યું, નવસારીમાં ખોટવાયેલા ઇવીએમની સમસ્યાનું નિરાકરણ આવ્યા બાદ મતદાન પુનઃ શરૂ થયું. ભાજપના મંગુભાઇ પટેલે મતદાન કર્યું છે. ઉધનાના સમિતિ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ઇવીએમ ખોટવાયું છે. વઢવાણમાં હિમાંશુ વ્યાસે મતદાન કર્યું છે.

અપડેટઃ 8:56 am

વિવિધ પક્ષના ઉમેદવારોએ મતદાન કર્યું

મતદાતાઓની સાથો-સાથ વિવિધ પક્ષના ઉમેદવારોએ મતદાન કર્યું છે. સુરતમાં કદીર પીરજાદા, નરોત્તમ પટેલ, નાનુ વાનાણીએ મતદાન કર્યું છે. રાજકોટમાં વિઠ્ઠલ રાદડિયા અને વજુભાઇ વાળાએ મતદાન કર્યું છે. ભાવનગરમાં પુરષોત્તમ સોલંકીએ મતદાન કર્યું છે. જામનગરમાં વસુબેન ત્રિવેદી અને કાલાવાડમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુએ મતદાન કર્યું છે. પોરબંદરના મોઢવાડમાં મોઢવાડિયાએ મતદાન કર્યું છે. સાવરકુંડલામાં પ્રતામ દુધાતે મતદાન કર્યું છે. વ્યારામાં પુના ગામિત અને તુષાર ચૌધરીએ મતદાન કર્યું છે.

સુરતના ઉધનામાં ઇવીએમ મશીન ખોટવાયું

દક્ષિણ ગુજરાતમાં નવસારી બાદ સુરતના ઉધનાનામાં ઇવીએમ મશીન ખોટાવાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. હાલ વ્યવસ્થાપકો ઉધના બુથ ખાતે છે. ટેક્નિશીયનના કારણે ઇવીએમ બુથ ખોટવાયું છે.

અપડેટઃ 8:44 am

દક્ષિણ ગુજરાતમાં મતદાનનો જોરાદાર માહોલ

દક્ષિણ ગુજરાતમાં મતદાનનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી ઉપરાંત, વાપી અને વલસાડમાં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. મતદાન દરમિયાન કોઇ અનીચ્છનીય ઘટના ના ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અપડેટઃ 8:38 am

નવસારીમાં ઇવીએમ મશીન ખોટવાયું

નવસારીના બુથ નં.- 95નું ઇવીએમ ખોટવાતા મતદાતોઓ લાંબી કતારોમાં રાહ જોઇને ઉભા છે. ઇવીએમ ખોટવાતા મંગુભાઇ પટેલને મતદાન કરતા અટકાયા હતા. વ્યવસ્થાપકો ઘટના સ્થળે છે અને જો ઇવીએમ રીપેર નહીં થાય તો નવું ઇવીએમ બુથ નં.- 95 પર લાવવામાં આવશે.

પ્રથમ ચરણમાં કેટલાય દિગ્ગજોની કિસ્મત દાવ પર લાગેલી છે. નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી કેશુભાઇ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, વિધાનસભામાં વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ અને નરેન્દ્ર મોદીના દસ મંત્રીઓનો જનતા હિસાબ માંગશે. નાણાં મંત્રી વજુભાઇવાળા, કાયદા-કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, મત્સ ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી, વન મંત્રી મંગૂભાઇ પટેલની કિસ્મત આજે ઇમીએમમાં બંધ થઇ જશે.

પ્રથમ ચરણમાં 87 સીટો માટે યોજાનારી ચુંટણીમાં ભાજપે 87, કોંગ્રેસે 84, ગુજરાત પરિવર્તન પાર્ટીએ 83 એમ કુલ 846 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અન્ય સ્વતંત્ર પક્ષના ઉમેદવારો પણ ચુંટણી લડી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ બંને પ્રથમ ચરણમાં ધમાકેદાર જીતના દાવા કરી રહી છે.

English summary
gujarat election first phase voting start in saurashtra, south gujarat and some seat of ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X