For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના રાજકારણમાં હડકંપ, હાર્દિક પટેલે કોંગ્રેસથી છેડો ફાડ્યો, કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દ

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલને લઇ મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે હાર્દિક શું રાજકારણને છોડી દેશે કે પછી તેઓ ભાજપ કે AAPમાં જોડાશે? તે હવે જોવાનું રહ્યું.

Hardik Patel

હાર્દિક પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તે ફક્ત વિરોધની રાજનીતિ કરે છે. તેણે કહ્યું કે જનતા વિરોધની રાજનીતિ નહી પણ દેશને આગળ લઇ જવાની ક્ષમતા રાખતો હોય. હાર્દિકે કોંગ્રેસ પર રામ મંદીર, સીએએ, એનઆરસી, જીએસટી અને કલમ 370 હટાવવા પર વિરોધની રાજનીતિની ટીકા કરી હતી. આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે કોંગ્રેસનું ફોકસ ફક્ત કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં હતો. પોતાના પટેલ સમાજ માટે સ્ટેન્ડ ન લેવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી.

હાર્દિક પટેલે કોંગ્રેસ પર ગુજરાતના લોકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતીઓને તમામ ક્ષેત્રોમાં નીચુ દેખાડવાનું કામ કરી રહી છે. હાર્દિક પટેલે ટ્વીટર પર રાજીનામું આપ્યું છે.

તમને જણાવી દઇએ કે, હાર્દિકની કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઇને રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ મામલે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓના નિવેદનો પણ સતત સામે આવી રહ્યાં છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ હાર્દિકે કોંગ્રેસ પ્રત્યેની નારાજગી મામલે ખોડલધામ ખાતે યોજાયેલી બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, 'છું જ ને કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ. કાર્યકારી અધ્યક્ષ હોઉં તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં.'

આ પહેલા હાર્દિકે કહ્યું હતું કે, 'જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની (કોંગ્રેસ) બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.'

English summary
Gujarat: Hardik Patel resigns from Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X