ગુજરાત થયું ઠંડુગાર, નલિયામાં નોંધાયો નીચો પારો

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં જીતી ઠંડીની અસર સ્પષ્ટ દેખાય છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો સામાન્ય લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે. રાજ્યભરમાં ઠંડીનો વધતા ડીસા, નલિયામાં સીઝનમાં પહેલી વાર સૌથી નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે. નલિયા સીઝનનું સૌથી નીચું તાપમાન 4.0 નોંધવામાં આવ્યું છે. અહીં શરીર થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. વળી રાતમાં અહીં તાપમાન નીચે જતા લોકોની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ ડીસામાં 9.7 ડિગ્રી, કંડલા અને અમરેલીમાં 9.0 ડિગ્રી વલસાડમાં 8.5 ડિગ્રી, મહુવામાં 9.6 ડિગ્રી ભુજમાં 9.5, રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું.

Gujarat

આમ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલ ઠંડીના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ખાસ કરીને ઠંડીના કારણે શરદી ખાંસી જેવી સીઝનલ બિમારીઓના કેસમાં પણ વધારો થયો છે. બાળકો અને વૃદ્ધો પણ આ કારણે વધુ બિમાર પડી રહ્યા છે. ત્યારે મનાઇ રહ્યું છે કે ઉત્તરાયણ સુધી આ ઠંડીની અસર ગુજરાતભરમાં ચોક્કસથી રહેશે. તે પછી વળી એક વાર ઉનાળાની શરૂઆત થશે. અને ઠંડીથી ગરમી તરફ તપામાન જશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ઠંડીના કારણે ડીસામાં પાણી થીજવા જેવી ઘટનાઓ થઇ હતી. અને માઉન્ટ આબુમાં તળાવ પણ થીજી ગયું હતું.

English summary
Gujarat Weather : Naliya temperature goes down to 4 Degree.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.