ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એકતરફ ભરઉનાળે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ ધીમે-ધીમે ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત રહેશે.

આજે કયા 8 જિલ્લામાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 21 માર્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં હળવા વરસાદની વકી છે:
- ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા.
- સૌરાષ્ટ્ર અને અન્ય: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ.
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર-ગઢડામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગીર-ગઢડાના એભલવડ ગામે શાગાવાડા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો ખોરવાતા જનજીવન પ્રભાવિત થયું છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
ભરઉનાળે પડી રહેલા આ કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે ખેતીના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કેરી, ઘઉં અને જીરું જેવા પાકો બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે.
હવે શરૂ થશે ગરમીનો પ્રકોપ: એપ્રિલમાં હીટવેવનું એલર્ટ
વરસાદી માહોલ વચ્ચે હવે તાપમાનમાં પણ વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન નિષ્ણાતોના મતે:
- તાપમાનમાં વધારો: આગામી 2 દિવસમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
- હીટવેવની આગાહી: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 4 એપ્રિલ પછી રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે હીટવેવની સ્થિતિ સર્જશે.
નિષ્ણાતનો મત: હવામાન નિષ્ણાત એ. ટી. દેસાઈના જણાવ્યા અનુસાર, આજથી જ મહત્તમ તાપમાનમાં 1થી 1.5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આમ, ગુજરાતીઓએ હવે વરસાદી છત્રીની સાથે ગરમીથી બચવાના સાધનો પણ તૈયાર રાખવા પડશે.
-
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
