For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિશ્વ માટે દિશાદર્શક બનશે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narandra-modi-vibrant-2013
ગાંધીનગર, 11 જાન્યુઆરી : આજે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંગ્રેજી ભાષામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "આ પ્રસંગ સ્વામી વિવેકાનંદની 112મી જન્મજયંતિના અવસરે આવ્યો છે. એક સમયે ગુજરાત ભારતનું વિશ્વ સાથે વેપારનું વડુંમથક હતું. એક સમયે ગુજરાતના લોકોએ સમગ્ર વિશ્વને પોતાનું ઘર બનાવ્યું હતું. અમે હવે એવું ગુજરાત બનાવીશું કે સમગ્ર વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવશે. આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા અને અમારા ભાગીદાર સૌનો હું આભાર માનું છું." તેમણે જણાવ્યું હતું કે યુવાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાત નીતિ ઘડી રહ્યું છે જેથી આવનારા સામયમાં ગુજરાત વિશ્વ માટે દિશાદર્શક બની રહેશે.

પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ સૌને આવકાર્યા હતા. વર્તમાનમાં વૈશ્વિક સ્તરે સામાજિક અને આર્થિક વ્યવહારો વધ્યા છે ત્યારે આપણે સાથે મળીને કામ કરીશું તો વાધારે સારું પરિણામ આવશે. સાથે મળીને કામ કરવાથી ગ્લોબલ ઇકોનોમીમાં સકારાત્મક સંદેશ પહોંચશે. વૈશ્વિક મંદીમા પણ ગુજરાતે 9 ટકાનો વૃદ્ધિદર જાળવી રાખ્યો હતો. ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર ક્ષેત્રમાં તેનો માપદંડો જાળવી રાખ્યા હતા.

મંદીના સમયમાં ગુજરાતના મેનેજમેન્ટ અને લેબર સેક્ટરે એકબીજાની સ્થિતિ સમજીને મુશ્કેલીનો સમય પસાર કર્યો હતો. અમે સારી રીતે જાણીએ છીએ કે સાથે મળીને કામ કરવાથી કેવા પરિણામો મળી શકે છે. આજે સમગ્ર વિશ્વમાં પાવર ઓફ ટેકનોલોજી અને પાવર ઓફ ઇન્ફોર્મેશન સૌથી અગત્યના છે. આપણે વર્તમાનમાં સૌથી યુવાન દેશ છે. વર્ષ 2020માં ભારતીય યુવાનોની સરેરાશ વય 29થી 30 વર્ષ હશે. તેનો મહત્તમ લાભ આપણે લેવો જોઇએ. આપણે વિકાસના પાયાઓને વધારે મજબૂત કરીને આગળ વધી શકીએ. આ માટે સ્પીડ, સ્કીલ જરૂરી છે. સ્કીલ ડેવલપમેન્ટ માટે વધારે પ્રોગ્રામ શરૂ કરવા જોઇએ.

હું મક્કમપણે માનું છું કે 21મી સદી ભારતની સદી છે. યુવાનો ખાસ કરીને મહિલાઓ વધારે આગળ આવશે. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે યુવાનોના જુસ્સાથી તમામ કાર્ય થઇ શકે છે. અમે યુવા શક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરીને ભારતને વિશ્વક્ષેત્રે ઝળહળતું બનાવીશું. ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિશ્વના અન્ય દેશો માટે પણ ઉપયોગી અને પ્રેરણાદાયી પુરવાર થયું છે.

આ ફોરમનો ઉપયોગ કરીને હું ગુજરાતના લોકોનો આભાર માનવા ઇચ્છું છું. આપ સૌએ આ ઇવેન્ટ અને તેના સતત આયોજનમાં જે વિશ્વાસ દાખવ્યો અને તેને એડવાન્સમાં સપોર્ટ આપ્યો તે માટે આભારી છું. આમારો વિકાસનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. અમે બીજા તબક્કામાં ગુજરાતને વધારે આધુનિક બનાવીશું. અમે અમારા ખેડૂતોની આવક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારીશું. અમે ગ્રામ્ય સ્તરે ઇન્ટરનેટ કનેક્ટિવિટી લઇ ગયા છીએ. અમે નાના અને ગૃહ ઉદ્યોગોને વધારે મજબૂત બનાવવા ઇચ્છીએ છીએ.

આ સાથે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, ટુરિઝમ, સિટી, રેલવે અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે વધારે ધ્યાન આપીને કામ કરવા માંગીએ છીએ. અહીં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત લઇને તમે જાણી શકશો કે ગુજરાતે વિકાસની કઇ દિશા પકડી છે. અમે સોલર અને વિન્ડ એનર્જીમાં બહુમોટું રોકાણ કર્યું છે. દેશમાં ગુજરાતમાં સૌથી વધારે 72 ટકા રોજગારી ગુજરાતે પૂરી પાડી છે. આમારા નવા પ્રયત્નો વધુ 30 લાખ રોજગારીની તકો પૂરી પાડશે.

ગુજરાત હંમેશાથી અર્થતંત્ર માટે મહત્વનું ક્ષેત્ર રહ્યું છે. અમે નીતિઓ બાબતે પ્રોએક્ટિવ રહ્યા છીએ. મને આનંદ છે કે વિકાસમાં ગુજરાત નંબર વન છે. આપના આઇડિયા, વિઝન, ઉદ્યોગસાહસિકતા અમને પ્રોત્સાહન આપશે. હું આપને અરજી કરું છું તે ગુજરાત આપના સપનાના બીજને વટવૃક્ષમાં ફેરવશે.

આ સમિટનો અમારો એજન્ડા નોલેજ અને ઇનોવેશન ટેકનોલોજી પણ કેન્દ્રીત છે. આ માટે અમે વિવિધ ઇવેન્ટ અને સેમિનાર યોજ્યા છે. અમે આર એન્ડ ડી, નોલેજ શેરિંગ પર ભાર મૂક્યો છે. અમે ઇચ્છીએ છીએ કે આ સમિટ ઇનોવેટર્સ અને આંત્રેપ્રિન્યોર માટે ઇન્ક્યુબેશન સેન્ટર સાબિત થાય. અમે વિવિધ હેતુઓ માટે કુદરતી સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની દિશામાં વિચારીએ છીએ.

ઇતિહાસ સાક્ષી છે કે શોષણ આધારિત મોડેલ્સ ક્યારેય સફળ થયા નથી. અમે તેનાથી આગળ વધીને લોકોના સશક્તિકરણ માટે કામ શરૂ કર્યું છે. લોકોને વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે. આવી ભાગીદારી લાંબાગાળાનો સ્થિર વિકાસ આપે છે. આવા પ્રોજેક્ટ્સ ફાઇનાન્શિયલ રિટર્ન્સ પણ સારા આપે છે. અમે વૈશ્વિક અને સ્થાનિક સર્વાંગી વિકાસને સાથે લઇને આગળ વધવા માંગીએ છીએ.

પાછલા દાયકામાં આઇટીની ભૂમિકા મહત્વની રહી. તેણે આપણા જીવન પર કબજો કર્યો. આવનારા દાયકામાં એન્વાયર્નમેન્ટ ટેક્નોલોજી સૌથી મહત્વની બનશે. અમે આ દિશની વાટ પકડી છે. અમે માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખ્યું છે એવું નથી. અમે ભારતના વિકાસને પણ ધ્યાન રાખ્યો છે. આજે વિદેશી રોકાણ, વિકાસ, ગ્લોબલ પાર્ટનરશિપની વાત આવે છે તો ગુજરાતની નોંધ ફરજિયાતપણે લેવામાં આવે છે.

તાજેતરમાં સુરતમાં ભારત સરકારના પ્રતિનિધિએ જાહેરમાં જણાવ્યું કે દેશમાં એસએમઇનો વિકાસ 19 ટકા હતો. જ્યારે ગુજરાતમાં તેમનો વિકાસ 85 ટકા હતો. આ દર્શાવે છે કે ગુજરાત કેટલા મોટા પરિવર્તનની દિશામાં આગળ વધ્યો છે. આજે વિશ્વ મંદીમાં જકડાયયું છે ત્યારે અમે નવી આશાનો સંચાર કરવા માંગીએ છીએ. અમે 21મી સદીમાં તમામ સાધનોને સંયુક્ત ઉપયોગ કરીને આગળ વધવા માંગીએ છીએ. આથી અમે યુવા પેઢીને કેન્દ્રમાં રાખીને આયોજન કર્યું છે જે આવનારા વર્ષોમાં સૌના માટે દિશાદર્શક બનશે.

English summary
Gujarat will become direction indicator for world : Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X