ગુજકેટનું પરિણામ જાહેર

Subscribe to Oneindia News

ગાંધીનગર : ધો-12 સાયન્સ પછીની લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરાયું છે. 10 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં કુલ 1,32,931 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ અને બી ગ્રુપમાં મળીને કુલ 1327 વિદ્યાર્થીઓને 99 પર્સન્ટાઇલ મેળવ્યા છે. તો 90 પર્સન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 13290 છે. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓને આજે જ માર્કશીટ આપી દેવાશે. ધોરણ ૧૨ પછી ફાર્મસી અને એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ લેવામાં આવી હતી. ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુજવણ મુકાયા હતા. એ ગ્રુપમાં એન્જીનીયરીંગમાં પ્રવેશ વિદ્યાર્થીઓને JEE અને ગુજકેટ બંને આપવી પડી હતી અને બી ગ્રુપના વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ માટે NEET અને ફાર્મસી અને અન્યમાં પ્રવેશ લેવા માટે ગુજકેટ આપવી પડી હતી. જોકે ગુજકેટનું પરિણામ ઊંચું આવતા વાલીઓમાં ખુશી લાગણી છે. આને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. બીજી બાજુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવાયેલી એસએસસીની પરીક્ષાનું પરીણામ 29મી મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-10નું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે ઓનલાઈન મુકવામાં આવશે.

result

ગુજકેટનું પરિણામ

 • 1.32 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરિક્ષા
 • A ગ્રુપમાં 664 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સનટાઈલ મેળવ્યા
 • B ગ્રુપમા 662 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સનટાઇલ મેળવ્યા
 • A ગ્રુપમાં 1340 વિદ્યાર્થીઓએ 98 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
 • B ગ્રુપમાં 1312 વિદ્યાર્થીઓએ 98 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
 • A ગ્રુપમાં 2712 વિદ્યાર્થીઓએ 96 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
 • B ગ્રુપમાં 2656 વિદ્યાર્થીઓએ 96 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
 • A ગ્રુપમાં 5351 વિદ્યાર્થીઓએ 92 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
 • B ગ્રુપમાં 5293 વિદ્યાર્થીઓએ 92 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
 • A ગ્રુપમાં 6700 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ પર્સનટાઇલ મેળવ્યા
 • B ગ્રુપમાં 6590 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ પર્સનટાઈલ મેળવ્યા
English summary
Gujcat result declare. Student and Parents share mix feeling about it.
Please Wait while comments are loading...