હાર્દિક પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Subscribe to Oneindia News

પાટણ ખાતે 'એક શામ શહિદ કે નામ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેસાણાના પાસ કન્વીનર સાથે મારપીટ કરતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલેે પાસ નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાને મંગળવારે રાતે પાટણ ખાતે જજના બંગલા પર રજુ કરાયા હતા. જ્યાં જજે હાર્દિક પટેલના 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. પોલીસ દ્વારા હાર્દિકના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.

hardik

મહેસાણાના પાસ કન્વીનર સાથે મારપીટ કરતા હાર્દિક સહીત 6 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ત્યાર બાદ હાર્દિક અને દિનેશની પોલીસે ધરપકડ કરી તેમને પાટણ પોલીસના હવાલે કરી દેવાયા હતા. જેઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરવાના હતા પણ આખો દિવસ પોલીસ સ્ટેશન ખાતે રૂમમાં બંધ રખાયા બાદ રાત્રે પાટણ લાવી જજના બંગલે રજૂ કરી હતા. જેમા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવતા કોર્ટે 1 સપ્ટેબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નોંધનીય છે કે, મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્રકુમાર ભાઇલાલ ભાઇ પટેલ શનિવારે તેમના મિત્ર દિલીપ સાવલીયા અને રાજકોટના હેમલ પટેલ સાથે તેમની ગાડીમાં પાટણમાં એક શામ શહીદો કે નામના પ્રોગ્રામમાં આવ્યા હતા.

English summary
hardik granted 3 days of remand, Police demanded 10 days remand..Read more
Please Wait while comments are loading...