'અક્ષરધામ હુમલાની અને અ'વાદમાં સિરિયલ બ્લાસ્ટની મોદીને હતી પહેલેથી જાણ'

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 31 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસની જ્યારે દરેક ચાલ અને ષડયંત્ર નિષ્ફળ ગયું ત્યારે તેણે એક નવો જ મુદ્દો ઉછાળીને નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોશીશ કરી છે.

કોંગ્રેસના મહાસચિવ મધુસૂદન મિસ્ત્રીએ નરેન્દ્ર મોદી પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને 2002માં ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાં થયેલા આતંકી હુમલા અને જુલાઇ 2008માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અંગે પહેલેથી જ જાણકારી હતી.

અત્રે નોંધનીય છે કે અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં પણ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત રમખાણો માટે મોદીને જવાબદાર ગણાવ્યા છે. જ્યારે ગુજરાત રમખાણોના મામલામાં મોદીને ક્લીન ચિટ મળી ચૂકી છે. માટે કોંગ્રેસ હવે નરેન્દ્ર મોદીને એક નવા મુદ્દાના આધારે ઘેરવાની કોશીશ કરી રહી છે.

madhusudan mistry
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને મિસ્ત્રીએ જણાવ્યું કે 'હુમલાખોરો કાંતો મોદીને કાંતો અડવાણીને અથવા કોઇ અન્યને મારવાના ઇરાદાથી આવ્યા હતા. પોલીસને આ વાતની તુરંત સૂચના મળી ગઇ હતી, કે હુમલાખોરો લશ્કર એ તૈયબા અથવા તેના જેવા કોઇ આતંકવાદી સંગઠનના હતા. તત્કાલિન ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરી રાજ્યમાંતી આતંકીઓ અત્રે આવ્યા હતા, અને તેમણે અક્ષરધામ પર હુમલો કરી દીધો. જોકે મને આ અંગે હજી પણ શંકા છે. અક્ષરધામ હુમલાની વાસ્તવિકતા ક્યારેય સામે આવશે નહી.'
English summary
Congress general secretary Madhusudan Mistry has said that he suspected the Guj CM knew in advance about the 2002 Akshardham terror attack and the July 2008 Ahmedabad serial blasts.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.