For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મ અને અહિંસા એ તિબેટીયનોની ઓળખ છે: દલાઇ લામા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સુરત, 2 જાન્યુઆરી: આદ્યાત્મિક ગુરૂ તથા નોબેલ શાંતિ પુરસ્કારથી સંન્માનિત દલાઇ લામા ગુરૂવારે પહેલી વાર ગુજરાત યાત્રા પર આવ્યા અને તેમણે કહ્યું કે તે ભારતીયોને પોતાના ગુરૂ માને છે.

દલાઇ લામાએ સુરત શહેરના એરપોર્ટ પર કહ્યું 'મારા મગજમાં નાલંદાના વિચાર છે. તે એક પ્રાચીન ભારતીય સંસ્થા છે. જો કે હું તમે ભારતીયોને મારા ગુરૂ માનું છું.' તેમણે કહ્યું કે અમે તમારા ચેલા છીએ. એક સામાન્ય ચેલા હોવાના નાતે મારા ગુરૂને મારી શુભેચ્છાઓ પાઠવા માંગુ છું.'

દલાઇ લામાએ પોતાના બે દિવસીય પ્રવાસ ગુરૂવારે સુરત શહેર પહોંચ્યા. તેમણે સામાજિક કાર્યો માટે સંતોકબા પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કારના આયોજક શ્રીરામકૃષ્ણ ફાઉંડેશનની એક વિજ્ઞપ્તિમાં જણાવ્યું કે ગયાની સંતોકબા પુરસ્કાર હેઠળ સોનાના પડ અને હીરા જડીત સ્મૃતિ ચિન્હ તથા 25 લાખ રૂપિયા આપવામાં આવશે.

સુરતના વેપારી ગોવિંદ ધોળકીયાએ પોતાની માતાની યાદમાં આ પુરસ્કાર શરૂ કર્યો હતો. દલાઇ લામાના વીર નર્મદા દક્ષિણી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી અને તિબેટના લોકોની સાથે વાતચીતનો કાર્યક્રમ નક્કી છે.

dalai-lama

સંતોકબા એવોર્ડથી સન્માનીત બૌધ્ધ ધર્મના વડા દલાઇ લામા ગુરુવારે સુરતમાં આવી પહોંચ્યા હતાં. ગાંધી સ્મૃતિ ભવન ખાતે રાજ્યના વિવિધ શહેરોમાં વસતા તિબેટીયનોને પ્રવચન આપતા તેમણે જણાવ્યું હતું કે, હંમેશા ભલાઇ કરતા રહેજો, ધર્મ અને અહિંસા એ તિબેટીયનોની ઓળખ છે અને એકવીસમી સદીમાં પ્રત્યેક તિબેટીયન પોતાની ઓળખ બનાવે તે આવશ્યક છે. ગાંધી સ્મૃતિમાં આપેલા પોતાના પ્રવચનમાં બૌદ્ધ ધર્મગુરુ લામાએ તિબેટીયનોને જણાવ્યું હતું કે, હંમેશા ભલાઇ કરતા રહેજો વેપાર કરો કે ઉદ્યોગ સ્થાપો પરંતુ તિબેટીયનની ઓળખ કાયમ રાખજો.

દલાઈ લામાએ આજે પત્રકારો સાથે વાતચીત કરતાં અનેક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતાં. જેમાં દલાઈ લામાએ ધર્માંતરણ વ્યક્તિની ઈચ્છાથી થાય તો તેને યોગ્ય ઠેરવતાં ભારત-ચીનના મજબૂત થઈ રહેલા સંબંધો સહિત ન્યૂક્લિયર અને નશાકારક પદાર્થોના સેવન પર વિચારો વ્યક્ત કર્યો હતાં.

તિબેટિયનોના ધર્મગુરૂ દલાઈ લામાં બેદિવસીય સુરતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે ગઈકાલે યુવાનોને સંબોધ્યા બાદ દલાઈ લામાએ તિબેટિયનોને માર્ગદર્શન આપતું પ્રવચન કર્યું હતું. બાદમાં આજે વહેલી સવારે તાજ ગેટવે ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દલાઈ લામાએ વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતાં. જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતાં ધર્માંતરણ બાદ લોકોમાં શિક્ષણ વધતું હોવાનું જણાવ્યું હતું. અને બૌદ્ધ ધર્મમાં તેમના બાદ લામાની પરંપરા જળવાઈ રહેશે કે કેમ તે અંગે પણ વાતો કરી હતી.

English summary
Tibetan spiritual leader and Nobel peace prize winner Dalai Lama, who is on his maiden visit to Gujarat, today said he considers Indians as his "Guru".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X