ભારતની પહેલી નમો રેપિડ રેલ, જાણો ભાડુ, રૂટ અને ટાઈમિંગ વિગતવાર
Gujarat Namo Bharat Rapid Rail Timing, Ticket, Route: આજે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. આજે 16 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભેટ આપવા જઈ રહ્યા છે.
આ સેવા ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત ભુજથી રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ સુધી દોડશે, જે માત્ર 6 કલાકમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.
ઉલ્લેખનીય છે કે, આ રેપિડ રેલનું નામ પહેલા વંદે મેટ્રો રાખવામાં આવ્યું હતું, પરંતુ ઉદ્ઘાટનના થોડા કલાકો પહેલા જ સત્તાવાર નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું હતું. આ અહેવાલમાં આપણે રૂટથી ટિકિટ સુધી અને તમામ મહત્વની બાબતો જાણીશું છે.

રેપિડ રેલના રૂટ અને સ્ટેશનો શું હશે?
- અંજાર
- ગાંધીધામ
- ભચાઉ
- સામખીયાળી
- હળવદ
- ધ્રાંગધ્રા
- વિરમગામ
- ચાંદલોડીયા
- સાબરમતી
- કાલુપુર (અમદાવાદ)
દેશની પ્રથમ રેપિડ રેલની વિશેષતાઓ
- મહત્તમ ઝડપ: 110 કિલોમીટર પ્રતિ કલાક
- કુલ મુસાફરી સમય: આશરે 5.45 કલાક
- મુસાફરોની ક્ષમતા: 2,058 મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકે છે અને 1,150 મુસાફરો બેસીને મુસાફરી કરી શકે છે.
- સંપૂર્ણપણે વાતાનુકૂલિત, ગાદીવાળા સોફા, સ્વચાલિત સ્લાઇડિંગ દરવાજા.
- બંને છેડે એન્જિન, તેને વધુ ઝડપી અને અનુકૂળ બનાવે છે.
કેટલું ભાડું ચૂકવવું પડશે?
- ન્યૂનતમ ભાડું: 30 રૂપિયા (GST સહિત)
- ભુજથી અમદાવાદની મુસાફરી: રૂપિયા 430 (GST વધારાના)
- અવારનવાર પ્રવાસીઓ માટે સાપ્તાહિક, અર્ધ-માસિક અને માસિક સીઝન ટિકિટ ઉપલબ્ધ રહેશે, જેના પરિણામે પ્રવાસ દીઠ રૂપિયા 7 થી રૂપિયા 20ની બચત થશે.
ટ્રેનનો સમય શું હશે?
- ભુજથી પ્રસ્થાન: સવારે 5:05 કલાકે
- અમદાવાદમાં આગમનનો સમય: સવારે 10:50
- અમદાવાદથી પરત: સાંજે 5:30 કલાકે
- ભુજ ખાતે પહોંચવાનો સમય: 11:20 કલાકે
અમદાવાદ-ગાંધીનગર કનેક્ટિવિટી - નમો ભારત રેપિડ રેલ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો કનેક્ટિવિટી પણ પૂરી પાડશે. તેના પ્રથમ તબક્કામાં, રેલ GIFT સિટી સુધી વિસ્તરશે, જેની કુલ લંબાઈ 21 કિલોમીટર છે.
આ સેવા ગાંધીનગરના આઠ સ્ટેશનોથી શરૂ થશે અને ભવિષ્યમાં તેને સચિવાલય, અક્ષરધામ, મહાત્મા મંદિર સુધી લંબાવવામાં આવશે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
