For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આજે 103 તાલુકામાં વરસાદ પડ્યો

ગુજરાતમાં આખરે ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમીથી રાજ્યની જનતાને મોટી રાહત મળી છે. બફારો અને બપોરની ગરમીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. જો કે હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આખરે ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમીથી રાજ્યની જનતાને મોટી રાહત મળી છે. બફારો અને બપોરની ગરમીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. જો કે હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યનાં 103 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમા ગણદેવવી તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ, પારડી તાલુકામાં 5 ઇંચ, ઉમરગામ અને ગારિયાધાર તાલુકામાં 4 ઇંચ, ભાવનગર-વડગામ અને સુરત શહેરમાં 3 ઇંચ, ખેરગામ અને લાઠી તાલુકામાં 2.5 ઇંચ, ઉમરાળા-વાાપી તુલાકમાં 2 ઇંચ અને ઓલપાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.રાજ્યનાં વલસાડ તાલુકામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે ચારે દિશામાં પાણી-પાણી જ દેખાઇ રહ્યુ છે.

Rain

ઉલ્લેખનીય છે રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદી સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહી બાવળામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી સામાન્ય વરસાદથી શહેરીજનોને હાલાકી પડી રહી છે. વળી રાજકોટની વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અહી જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અહી લોધિકામાં 1 ઇંચ, કોટડાસાંગાણીમાં સરેરાશ ૧ ઇંચ પડ્યો છે. વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીનાં ગણદેવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 3 ઇંચ વરસાદ, પારડીમાં 5 ઇંચ વરસાદ અને વલસાડનાં ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન શરૂ થઇ ગઇ છે. વડોદરાનાં પાદરામાં 1.5 ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વળી આણંદનાં તારાપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. સોજીત્રામાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડયો છે. અહી વરસાદ બાદ ઠંડક પ્રસરી છે. જામનગરનાં કાલાવાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત શહેરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતનાં ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, ચોર્યાસીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પણ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે.વરસાદની શરૂઆત થવાની સાથે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં અમુક એવી ઘટનાઓ પણ બની છે જેનાં દ્રશ્યો ચોંકાવી દે છે. તમને જણાવી દઇએ કે, અમરેલી લાઠીનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી હરસુરપુર દેવળિયા નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાાઇ છે. અહી નદીમાં પુર આવતા વાહનો તણાયાહોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

English summary
It rained in 103 talukas in Gujarat today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X