જિગ્નેશ ભજીયાવાળાનાની થઇ ઘરપકડ, રડી પડ્યો જિગ્નેશ

Posted By:
Subscribe to Oneindia News

બેનામી સંપત્તિ હેઠળ ચર્ચામાં આવનાર કિશોર ભજીયાવાળાના પુત્ર જિગ્નેશ ભજીયાવાળાની આજે ઇડી (એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટ) દ્વારા ઘરપકડ કરવામાં આવી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે જ્યારે ઇડી દ્વારા જિગ્નેશ ભજીયાવાળાની ઘરપકડ કરવામાં આવી તો તે પોતાના આંસુ રોકી નહતો શક્યો. તેણે હાજર મીડિયા ચેનલને જણાવ્યું કે તે નિર્દોષ છે. અને તેના પરિવારે કોઇ ગેરકાનૂની કમાણી નથી કરી.

jignesh

નોંધનીય છે કે નોટબંધી પછી મોટી એફડી કરવવા જતા આઇટીની નજરમાં ભજિયાવાળો આવ્યો હતો. જે બાદ તેને ત્યાં રેડ પાડતા તેની પાસેથી 400 કરોડનો ખજાનો મળી આવ્યો હતો. જેમાં 16 લોકોમાં મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના અને વાસણો પણ મળી આવ્યા હતા. ત્યારે તમામ લોકોને સુરતના ઉઘનાના ફાયનાનન્સર પાસે આટલી બધી સંપત્તિ કઇ રીતે આવી તેવી અચરજ થઇ હતી.

Read also:ભજિયાવાળોની અધધ કમાણી વિષે વધુ વાંચો અહીં

નોંધનીય છે કે જિગ્નેસ અને તેના પિતા લાંબા સમયથી વ્યાજખોરીનો ઘંધામાં જોડાયેલા છે. જિગ્નેશ તો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અનેક જાણીતા રાજનેતાઓ સાથે ફોટા પણ મૂક્યા છે. જેમાં સ્મૃતિ ઇરાની લઇને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો પણ સમાવેશ થાય છે.

English summary
Jignesh Bhajiyawala is arrested by ED today in Surat. Read here who is Jignesh Bhajiyawal.
Please Wait while comments are loading...