જીગ્નેશ મેવાની સહીત દલિત કાર્યકર્તાઓની અટકાયત

Posted By:
Subscribe to Oneindia News

દલિત મુદ્દે ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચુકી છે. સરકાર જલ્દી આ મુદ્દો પતાવવા માંગે છે પરંતુ બીજી બાજુ જીગ્નેશ મેવાની અને હાર્દિક પટેલ જેવા નેતા આગળ આવી ન્યાયની માંગણી કરી રહ્યં છે. શનિવારે આખા દિવસ દરમિયાન તંગ હાલત રહી.

Jignesh mevani

રવિવારે દલિત સંગઠનો ઘ્વારા શહેર બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે સારંગપુર માં દલિત યુવાનો ભેગા થઇને બંધ કરાવવા માટે નીકળી પડ્યા હતા. સરસપુર થી સારંગપુરમાં આવી રહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાનીની અટકાયત કરવામાં આવી છે.

આ આખા મામલામાં ભીમ સેનાના 25 જેટલા કાર્યકર્તાની પણ અટકાયત કરવામાં આવી છે. દલિતો ઘ્વારા સરકાર અને સીએમ વિરુદ્ધ નારાબાજી પણ કરવામાં આવી હતી.

એટલું જ નહીં પરંતુ પાટણ દલિત ઘટના મુદ્દે જીગ્નેશ મેવાનીએ મુખ્યમંત્રી વિજય રૂપાનીનું રાજીનામુ પણ માંગ્યું છે. આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાની ઘ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર ભાનુભાઇની સારવારનો બધો જ ખર્ચો ઉપાડી લેશે અને તેમના પરિવારને 8 લાખ રૂપિયા પણ ચુકવવામાં આવશે જેમાંથી 4 લાખ રૂપિયા તરત જ આપી દેવામાં આવશે.

English summary
Jignesh mevani detained from saraspur before protest

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.