ગોંડલના એસટી ડેપોમાંથી પણ ઝડપાયો દારૂ

Subscribe to Oneindia News

ગુજરાતમાં પોલીસ જુદા જુદા સ્થળે બાતમીના આધારે દરોડા પાડી રહી છે ત્યારે રાજકોટ નજીક આવેલા ગોંડલના એસ.ટી. ડેપોમાંથી પણ દારૂ ઝડપાયો હતો.

gondal daru

આ જથ્થો કંડક્ટર તથા ડ્રાઇવર માટેના રૂમમાં જે લોકર બનાવેલા હોય છે તેમાંથી પકડાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ વિદેશી દારૂનો જથ્થો છે . એસ.ટી. ડેપોના મેનેજરને આ અંગેની માહિતી મળતા તેમણે પોલીસને જાણ કરીને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર અને ન્યૂ યરની ઉજવણીઓમાં ક્યાય દારુનો ઉપયોગ ન થાય તે માટે રાજ્યભરમાં પોલિસ સઘન ચેકિંગ કરી રહી છે. વળી, દારુબંધીનો કાયદો રાજ્યમાં વધુ કડક બનાવાય બાદ પણ વડોદરામાંથી માલેતુજારોની મહેફિલ પકડાતા પોલિસ વધુ કડક બની છે.

English summary
liquor seized from gondal ST depo
Please Wait while comments are loading...