For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election 2017: 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અંગે વિગતવાર વાંચો અહીં. ચૂંટણી પંચે બે તબક્કામાં 9મી અને 14ની ડિસેમ્બરે ગુજરાતમાં મતદાન કરાવશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમારે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગું થશે. ઉલ્લેખનીય ેછે કે લાંબા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ થઇ રહી હતી. તે બાદ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી હતી. ત્યારે ચૂંટણી પંચની મહત્વની જાહેરાતો અંગે વધુ જાણો નીચે...

gujarat election 2017
  • ક્યારે થશે ગુજરાતમાં છે મતદાન

9 ડિસેમ્બર- 89 બેઠકો માટે 19 જિલ્લામાં મતદાન
14 ડિસેમ્બર- 93 બેઠકો માટે 13 જિલ્લામાં મતદાન
18 ડિસેમ્બરે - મતદાનનું પરિણામ
102 પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ હશે.

gujarat election 2017
  • તારીખ 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન
  • ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
  • 18 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતગણતરી.
  • 4 કરોડ 30 લાખ લોકો આ ચૂંટણીમાં મતદાન કરશે
  • 50,128 પોલિંગ બુથ શરૂ કરવામાં આવશે.
  • આ ચૂંટણીમાં VVPAT નો પણ ઉપયોગ થશે.
  • 22 જાન્યુઆરી સુધી વિધાનસભાનો કાર્યકાળ ચાલશે.
  • આજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થશે.
  • 182 બેઠકો માટે 9 ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી થશે
  • 9 ડિસેમ્બરે સૌથી પહેલા 89 બેઠકો પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે
  • 14 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન કરવામાં આવશે.
  • મતદાનના સાત દિવસ પહેલા વોટિંગ સ્લીપ આપવામાં આવશે.
  • 21 નવેમ્બર સુધી પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે.
  • સંવેદનશીલ બુથ પર ચૂંટણીની ગતિવિધિઓ માટે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
  • એપ દ્વારા મતદારો ફરિયાદ નોંધાવી શકશે.
  • ચૂંટણી રેલીનું પણ રેકોર્ડિંગ થશે.
  • ઉમેદવારો આ ચૂંટણીમાં 28 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
  • પહેલા તબક્કામાં 2.11 કરોડ મતદાર ભાગ લેશે. બીજા તબક્કા 2.21 કરોડ મતદાર મતદાનમાં ભાગ લેશે.
election commissioner

બીજી તરફ આજે ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી રહ્યું છે ત્યારે તે અગાઉ જ રાજ્યના ક્લેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટે વિશેષ આદેશપત્ર બહાર પાડવામાં આવ્યા છે. અને તેમાં આચારસંહિતાનો અમલ કરવા માટે જણાવ્યું હતું. આ આદેશમાં જણાવાયું હતું કે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે પ્રમાણે સરકારી જાહેરાત, બેનર્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ તેમજ કટ આઉટ હટાવી લેવા પડશે. આ આદેશ 23 તારીખના રોજ બહાર પાડી દેવામાં આવ્યો હતો.

English summary
Live : Gujarat assembly election 2017 dates declared today by election commissioner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X