ચર્ચાસ્પદ એમ.બી. શાહ કમિશનનો રિપોર્ટ મીડિયા સમક્ષ રજૂ કરાયો

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભામાં પાછલા કેટલા દિવસોથી હોબાળા અને વિરોધ પ્રદર્શનનું કારણ બનનાર એમ.બી.શાહ કમિશનને આજે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કોંગ્રેસ આ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ પાછલા લાંબા સમયથી કરી રહ્યું હતું. જે બાદ આજે તેના 20 વોલ્યૂમને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં આ રિપોર્ટમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયેલા ભષ્ટ્રાચારના આરોપો પર તપાસ કરવામાં આવી છે.

modi

અગાઉ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોડવાડીયા અને શક્તિસિંહ દ્વારા તત્કાલીન સમયના મુખ્યમંત્રી મોદી પર ભ્રષ્ટાચાર મુદ્દે આવેદન રાષ્ટ્રપતિ ને આપ્યું હતું. જે મામલે નરેન્દ્ર મોદી દ્વારા સામેથી સુપ્રીમના નિવૃત્ત જજ એમ. બી. શાહ દ્વારા તપાસ પાંચની રચના કરી તપાસ કરવામાં આવી હતી.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકાર કે તેમના પક્ષ પર જે ભષ્ટ્રાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમાં કોઇ તથ્ય નથી. અને સરકાર દ્વારા કોઇ ભષ્ટ્રાચાર કરવામાં નથી આવ્યો. તમામ આક્ષેપોમાં અભ્યાસ કર્યા પછી પંચ દ્વારા આક્ષેપો ને પાયા વિહોણા ગણવાનું આખું ફાઇન્ડિંગ આપ્યું છે. વધુમાં ટાટા નેનો, અદાણી અને એલ એન્ડ ટી જેવી કંપનીઓને જમીન ફાળવણી અંગે અને ભષ્ટ્રાચારનો જે આરોપ લગાવવામાં આવ્યો છે. તેમાં કાયદા મુજબ જ બધુ કરવામાં આવ્યું છે. તેવું રિપોર્ટમાં જણાવ્યું છે.

English summary
M.B. Shah commission report submitted to the media. Read here what it says about Modi and corruption charges on him
Please Wait while comments are loading...