કિનારે થયું વ્હાર્ટન, અમેરિકા-કેનેડાના NRIને સંબોધશે મોદી

Posted By:
Subscribe to Oneindia News
Narendra Modi
અમદાવાદ, 5 માર્ચ: વ્હાર્ટનમાં નરેન્દ્ર મોદીનું ભાષણ રદ થયા બાદ દેશ ભરના બૌદ્ધિક સમુદાયની વચ્ચે ચર્ચા છેડાઇ ગઇ છે, કે આખરે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો. કોઇ મોદીના પક્ષમાં તો કોઇ વિપક્ષના પડખે રહ્યું. ઘણા વિરોધીઓએ તો મોદીનું ભાષણ રદ થઇ જવાને મજાક બનાવી દીધું, પરંતુ ખરી વાત તો એ છે કે મોદીને આવી બધી બાબતોનો કોઇ ફર્ક નથી પડતો. મોદીની ડિક્શનરીમાંથી વ્હાર્ટન ક્યારનુંય કિનારે થઇ ગયું છે. હવે મોદી અમેરિકા અને કેનેડાના એનઆરઆઇને સંબોધશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે અમેરિકા અને કેનેડાના એનઆરઆઇને 10મી માર્ચના રોજ પોતાના ભાષણથી સંબોધીત કરશે. અને આ સંબોધન પણ મોદી વીડિયો કોંન્ફ્રેસિંગ દ્વારા કરશે. આ દરમિયાન એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા અને કેનેડામાં રહેનારા ભારતીયો ભાગ લેશે. ચર્ચાનો સમય રવિવારે 10 માર્ચના રોજ સવારે 6:30 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન ભાજપના મિત્ર જયેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના અધ્યક્ષ જયેશ પટેલે જણાવ્યું કે આમાં ખાસરીતે શિકાગો અને ન્યૂજર્સીમાં લોકોને મંચ પૂરું પાડવામાં આવશે. મોદી બંને સ્થાનો પર એકસાથે લોકોને સંબોધિત કરશે. આ દરમિયાન અમેરિકા અને કેનેડામાં ટીવી એશિયા પર લાઇવ ટેલિકાસ્ટ પણ કરાવવામાં આવશે.

ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બનેલા મોદી ભારતના સૌથી પ્રસિદ્ધ અને નિર્ભિક નેતા માનવામાં આવે છે. તેમણે જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે તેને જોઇને વિશ્વના ઘણા દેશોએ ગુજરાતને મોડલ બનાવી અભ્યાસ શરૂ કરી દીધા છે. મોદીની ગવર્નેન્સ પર લોકો અધ્યયન કરી રહ્યા છે. મજાની વાત એ છે કે હવે વિદેશમાં રહેલા ભારતીયો પણ તેમની પાસે કંઇક શીખવા માગે છે.

English summary
Narendra Modi to address Community Outreach Programme organized by Overseas Friends of BJP in Chicago and New Jersey via video conferencing. Many NRIs across USA and Canada to join the interaction.
Please Wait while comments are loading...