• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિજયસભામાં કહ્યું કે '6 કરોડ ગુજરાતીઓને સાષ્ઠાંગ દંડવત કરું છું'

|

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હેટ્રિક કર્યા બાદ નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યે કાર્યકરોને સંબોધ્યા હતા. ખાનપુર ખાતે થયેલી સભામાં પુરષોતમ રુપાલા, આઇકે જાડેજા, અમિત શાહ અને નરહરિ અમિન પહોંચ્યા હતા. આ સાથે જ અમદાવાદ કાર્યાલય ખાતે ભાજપના જીતેલા ઉમેદવારો પહોંચ્યા હતા.

ગુજરાતની ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેણે એ સિદ્ધ કરી દીધું છે કે આ દેશની જનતા અને મતદાતા સારું શું છે અને ખરાબ શું છે તેને યોગ્ય રીતે સમજે છે. જ્યારે જનતાને સ્વતંત્ર રીતે નિર્ણય કરવાની તક મળે છે, ત્યારે બધાના વિચારોથી પર જઇને ઘણી જ ઉંચાઇએ જઇને મતદાતા નિર્ણય કરે છે. ગુજરાતની ચૂંટણીના પરિણામોએ એ સિદ્ધ કરી દીધું કે, લોકતંત્રની આ લાંબી પ્રક્રિયા દરમિયાન મતદાતા કેટલો મેચ્યોર થયો છે. લાલચથી પર થઇને જ્ઞાતિવાદના ઝેરથી બાહર નિકળીને વિચારવા લાગ્યો છે કે,

ભાજપે ચૂંટણીમાં એક સાદુ વાક્ય રાખ્યું હતું એક મત ગુજરાત રાજકીય વિશ્લેષકોને પણ આ સરળ વાક્યનો અર્થ નહોતો સમજાયો, ના તો તે સ્પાઇસી હતો કે નાતો કોઇના પ્રત્યે પ્રહાર હતો. આ હલકા ફુલકા વાક્ય હતુ. દેશના વિશ્લેકોને સમજવું પડેશે 80ના દશકાના જાતીવાદી ઝેર અને દુષ્પરિણામોને જોયું છે અને અનુભવ્યું છે. જેના કારણે, ગુજરાતના મતદાતા ગુજરાતમાં ક્યારેય 80ના દશકા જેવો હાલ નથી ઇચ્છતા. ગુજરાતના મતદાતા ક્ષેત્રવાદથી ઉપર ઉઠી ચૂ્ક્યા છે અને આગામી સમય માટે વિચારે છે તે સિદ્ધ કર્યું છે.

જે લોકો જાતિવાદના સમીકરણો લગાવતા હતા, સરકારનું કામ આવે છે અને જાય છે. એક સરકાર આવશે તે પાંચ વર્ષ રહેશ અને જશે, જનતાના હાથે કંઇ નહોતું આવતું. પરંતુ હવે એક સરકાર પસંદ કરીને તેના મેચ્યોર થયા હોય છે તે કરે છે. હુ એ માટે ગુજરાતના મતદાતાઓને લાખ-લાખ કોટી વંદન કરું છું. એકાદ બે વર્ષથી ચાલાતા જૂઠ્ઠાણાને માનવાનો ઇન્કાર કરી દીધો. અન્યોના મેનોફેસ્ટોથી વિશ્લેષકોએ મોદીની જેટલી ચર્ચા કરવી હોય તે કરે પરંતુ આજે કોઇની ચર્ચા કરવી હોય તો મારા ગુજરાતીઓનો કરો, યશ દેવો હોય તો તેને આપો, શિખવું હોય તો તેમની પાસેથી શિખો. આજનો કોઇ હીરો છે તો તે છે મારા આ છ કરોડ ગુજરાતીઓ.

મને ગર્વ છે કે મારા ગુજરાતના મેચ્યોર મતદાતાઓએ દેશને શિખવ્યું છે કે ગુડ ગવર્નન્સને પંસદ કરવી જોઇએ અને એ નિર્ણય ગુજરાત પાસેથી શિખે. દેશના નાગરીકોને સંદેશ આપવા માંગુ છું. આખા દેશમાં ગુડ ગવર્નન્સ એન્ડ ડેવલોપમેન્ટ માટે દબાણ વધે, દેશના રાજકીય દળોને ખોખલા વાયદા અને જૂઠા વચનોમાંથી કોઇપણ સંજોગોમાં બહાર આવીને જતનાની આશાને પૂર્ણ કરવા માટે પ્રયાસો કરે. મને આજે ખુશી છે કે અમે જે દિશામા કામ કર્યું છે, જનતએ અમને સાથ આપ્યો છે.

બેચાર ગામને નારાજ કર્યા હતા. મતદાતાઓને લાગ્યું હશે કે મોદી આ શું કરે છે, સાથીઓને પણ લાગ્યું હશે કે આવું કેમ કરે છે, પરંતુ જનતા માટે જે કરવું તે મે કર્યું. ત્યારે કદાચ વિરોધ ઉભો થયો હશે. જનતાનો જ સાથ છે કે મને યોગ્ય નિર્ણય કરવાની શક્તિ આપી. કોઇ લાભ લાલચ નહીં, બસ માત્ર મારું ગુજરાત, મારું ગુજરાત અને મારું ગુજરાત એવી મારી વૃતિ બની છે.

સરકારના કર્મયોગી લાખો કર્મચારીઓનો આભાર માનું છે કે, જેમણે આ કામને પૂર્ણ કરવામાં મને મદદ કરી.પહેલા છ વાગ્યે જઇ શકતા પરંતુ હવે 10 વાગ્યે પણ નથી જઇ શકતા, ક્યારેક એવો માહોલ ઉભો થયો કે એ લોકો વધારે કામના કારણે મોદીના વિરોધી થઇ ગયા છે પરંતુ ચૂંટણી વખતે તેમણે કમળ પર મહોર લગાવીને પોતાની કામ કરવાની તત્પરતા દર્શાવી છે, હું તેમનો આભારી છું.

મારા પ્રયત્નો રહા છે, પ્રામાણિક અને જાગૃતતા સાથે મને કોઇપણ વ્યક્તિગત આરોપ લગાવવાની જરૂર પડી છે કે ના તો મે લગાવ્યા છે, બની શકે કે આકરા શબ્દપ્રયોગ થયા છે. લોકતંત્રમાં કોઇ દુશ્મન નથી હોતો પ્રતિ સ્પર્ધી હોય છે. ખેલદીલીથી રમ્યો હતો અને જીત્યો છું.

મને ગર્વ છે નાનપણના સંસ્કાર આજસુધી નીચે નથી ઉતર્યા. તણાવ ભર્યા વાતાવરણમાં પણ મે એ કામ પૂર્ણ કરવા પ્રયત્નો કર્યા છે. તેમ છતાં જો કામ કરવામાં કોઇ ઉણપ રહી હોય તો હું મારા છ કરોડ ગુજરાતીઓની ક્ષમા માંગું છું. હવે એક નવી જવાબદારી નિભાવવાનું કામ શરૂ થઇ ગયું છે. અને હવે એ કામ શરૂ કરીશ. 2002 હોય 2007 હોય બન્ને વખત બધાએ વિચાર્યું કે હવે આ આરામ કરશે પરંતુ બધા ખોટા નિવડ્યા અને 2012માં પણ હું બધાને કહું છું કે આગામી પાંચ વર્ષમાં પણ હું શાંત નથી બેસવાનો કામ કરતો રહીશ. તમે મેને ભાજપને વોટ આપીને વિજય બનાવ્યા છે પરંતુ આજે હું તમારી પાસે કંઇક માંગવા આવ્યો છું કે તમે અમને સત્તા આપી પરંતુ હવે આશિર્વાદ આપો કે જેથી અમારાથી કોઇ ભૂલ ના થાય, ભૂલથી પણ અમારા હાથોથી કોઇનું ખરાબ ના થાય અને મને વિશ્વાસ છે કે જ્યારે આ જનતા આશિર્વાદ આપે છે ત્યારે ભૂલ થવાની કોઇ શક્યતા નથી, 12 કરોડ આંખો મને જૂએ છે.

આ વિજય નરેન્દ્ર મોદીનો નથી આ વિજય છ કરોડ મારા ગુજરાતી ભાઇઓ-બહેનોનો છે. આ વિજય હિન્દુસ્તાનના એ નાગરીકોનો છે જે વિકાસ, સુખ માટે સદીઓથી તરસતા દેશના દરેક ખુણાના નાગરીકનો વિજય છે. એક તરફ પૈસા હતા અને એક તરફ લાખો કાર્યકર્તાઓનો પરસેવો હતો, મે કહ્યું હતું કે પૈસા હારશે અને પરસેવો જીતશે અને એ જ થયું છે. હુ આજે એ લાખો કાર્યકર્તાઓ સામે પણ મારું શિશ નામાવું છું. પાર્ટી આપણી મા હોય છે, આપણે તેમા મોટા થઇએ છીએ આપણે જે કંઇ હોય છે તે પાર્ટીના કારણે હોઇએ છીએ.

હું આજે કોઇને આલોચના કરવા નથી માંગતો પરંતુ મે ટીવી પર દેશના મોટા પંડીતોને સાંભળીને હેરાન હતો કે હજુ પણ તેઓ ગુજરાતના વિજયને પચાવી શક્યા નથી. ખબર નથી આજે રાત્રે તેમનું શું થશે તેમને ઉંઘ આવશે કે નહીં, આજે હું ગુજરાતીઓને અનુરોધ કરું છું કે પ્રાર્થના કરો કે તેમને સારી ઉંધ આવે. કારણ કે આપણે કોઇનું ખરાબ નથી ઇચ્છતાં, ઘણાએ એમ પણ કહ્યું કે આ ચૂંટણી તો ડ્રો છે. એક રાજ્ય ભાજપ જીત્યું છે એક રાજ્ય કોંગ્રેસ. કંઇક તો શરમ કરો. બંધ કરો આ માનસિક વિભિચાર. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની કોંગ્રેસની બેઠક ભેગી કરી લો તો પણ અમારી બેઠક વધારે છે. જો ભાજપની 93 બેઠક હોત તો પણ સપથ ભાજપની સરકાર જ લેત. આ એક હેટ્રિક છે તે સ્વિકારવા એક ગુજરાત વિરોધી ટોળી તૈયાર નથી.

નોંધનીય છે કે મોદીએ ટ્વિટર પર ગુજરાતની છ કરોડ જનતાનો આભાર માન્યો છે અને ગુજરાતી જનતાએ નવા રાજકારણનો ઇતિહાસ લખ્યો છે.

રુપાલાએ કહ્યું હતું કે, ભાજપને વિજય અપાવવા બદલ આપ સૌના ધન્યવાદ આપું છું. આ ચૂંટણી કોઇ સામાન્ય ચૂંટણી ન હતી. આ ચૂંટણીમાં ગુજરાતની જનતાને ભ્રમિત કરવા માટે હિન્દુસ્તાનની કોંગ્રેસ અહીં આવી હતી. ઝેરી પ્રચારમાંથી નીર અને ક્ષીર તારવીને જનતાએ જે હોંશિયારી બતાવાની છે તે ખરેખર દાદને પાત્ર છે. ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે જે યુદ્ધ ચાલતું હતું તેના અંતમાં નેરેન્દ્ર મોદી તેમના માતાને મળવા ગયા, ત્યાર બાદ કેશુભાઇ પટેલને મળવા ગયા. રાજકારણમાં વ્યક્તિત્વ આવું પણ હોય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો 20 ડિસેમ્બર, 2012ના રોજ થયો છે. ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા 117 બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસ 56, જીપીપીએ 2 અને અન્યોએ 3 બેઠકો મેળવી છે. મતગણતરી શરૂ થઇ ગઇ છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી હતી. આ અંગેની પ્રાત્પ વિગતો અનુસાર ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મોદીએ જણાવ્યું કે 'હું મતદાતાઓનું વંદન કરું છું કે તેમણે ટીકાકારોને જવાબ આપ્યો છે. આજે ખરેખર હું સાષ્ઠાંગ દંડવત કરું છું મારા છ કરોડ ગુજરાતીઓને.

મે પહેલા પણ કહ્યું છે કે જે લોકો મને પથ્થર મારે છે હું તેની સીડી બનાવી લઉ છું. મેં કહ્યું છે તેમને જેટલું કીચડ ઉછાડશો તેટલું કમળ વધારે ખીલશે.

ગુજરાતની માતા અને બહેનોએ મારી રક્ષા કરી છે.'

તેમણે જણાવ્યું કે 'બીજેપી ચૂંટણી ન્હોતી લડી રહી, ચૂંટણી તો 6 કરોડ ગુજરાતીઓ, અને યુવાનો લડી રહ્યા હતા. તેમણે ભારે મતદાન કર્યું, બધા રેકોર્ડ તોડી નાખ્યા અને એ પણ ફરીથી ભાજપને સત્તા પર લાવવા માટે? તેમણે કહ્યું કે પોલિટકલ પંડિતો અમને જીતનો શ્રેય ના આપો અરે આ મતદારોને શ્રેય આપો જેમણે આટલુ મતદાન કર્યું છે.'

મોદીએ જણાવ્યું કે 'અમે ઘણી આપત્તીઓ જેલી છે પરંતુ તેનાથી ઉપર ઉઠતા શીખ્યા છીએ. હું તમને વચન આપું છું કે આવનાર 5 વર્ષ આપત્તી મુક્ત હશે.

મને એટલા મેડલ મળ્યા છે કે ઢગલો થઇ ગયો છે પરંતું મારા માટે સૌથી મોટું મેડલ આજે મારી જનતા જનાર્દને આપ્યું છે. હવે મારે કોઇ મેડલ કે સર્ટીફિકેટની જરૂર નથી.'

આટલું બોલતા જ ઉપસ્થિત જનમેદની PM...PMની બૂમો પાડવા માંડી. મોદીએ તેમણે જણાવ્યું કે 'જો તમારી એટલી બધી ઇચ્છા હોય તો હું એક વખત 27મી તારીખે દિલ્હી જઇ આવીશ.' પછી તેમણે કહ્યું કે 'આપણે ગુજરાત એવું બનાવીએ કે દેશમાં ક્યાય જરૂર પડે તો લોકો અહીં આવે. એ પણ એક દેશ સેવા છે. યુવાનો ગુજરાતમાં રોજગાર મેળવવા આવે અને અહી આવીને કમાય તે પણ દેશની સેવા છે. એવી હોસ્પિટલો બનાવીએ કે બહારથી લોકો આવે કે ગુજરાતમાં જઇશું તો યોગ્ય સારવાર મળી રહેશે અને તેઓ સારવાર માટે અહીં આવે એ પણ દેશની સેવા જ છે.' તેમણે જણાવ્યું કે 'મિત્રો આ બીજેપીની શક્તી છે, ટીમ બીજેપી છે અને હું ટીમ બીજેપીનો એક નાનકડો ભાગ છું.'

તેમણે દેશ અને દુનિયાના મીડિયાનો પણ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે 'ગુજરાતમાં શાંતિ અને સોમ્ય ચૂંટણીની વાત દેશ દુનિયા સુધી પહોંચાડવા બદલ હું દરેક મીડિયાનો પણ આભારી છું. તેમણે આટલુ કવરેજ આપ્યું અને ટીઆરપી પણ મેળવી, જેના માટે અમે કામમાં આવી શક્યા તેનો અમને આનંદ છે.'

મોદીએ 3ડી ટેકનોલોજી અંગે વાત કરતા કહ્યું કે 'દેશમાં ગુજરાતે પહેલીવાર આવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, દેશના યુવાનોને અને ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકોને મારો આગ્રહ છે કે આપ 3ડી માટે ગુજરાતના પ્રયોગનો અધ્યયન કરો, ડિબેટ કરો, દેશની સામે લાવો. તે દેશના જનતંત્ર માટે ઉપયોગી નિવડશે.'

તેમણે છેલ્લે છેલ્લે શાયરીના ટોનમાં જણાવ્યું કે 'ના મુજે રૂકના હૈ, ના મુજે થકના હૈ, મુજે બસ આપકે સપનોકો પૂરા કરના હૈ.' તેમણે જણાવ્યું કે 'આજે તમે મને જીતી લીધો છે આવનાર પાંચવર્ષમાં હવે મારે તમને જીતવાના છે.'

English summary
after geting nearest 115 seat in gujarat assembly election 2012, narendra modi adresing khanpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more